જૂનાગઢ ડૉ.સુભાષ એકેડેમીના 46માં વાર્ષિકોત્સવ પ્રસંગે ડૉ. સુભાષ રંગ ભવન ખાતે વાર્ષિકોત્સવ ઉજવાયો હતો. ડૉ.સુભાષ એકેડેમીના વિદ્યાર્થીઓ દ્વારા મનોરંજન સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ થયા હતા. જેને લોકોએ રાત સુધી મન ભરીને માણ્યો હતો. આ પ્રસંગે પેથલજીભાઈનો સમગ્ર પરિવાર ઉપસ્થિત રહ્યો હતો અને સૌને માટે એ પ્રોત્સાહક અને પ્રેરણા રૂપ બન્યા હતા. કેબિનેટ મંત્રી મુળુ બેરાએ શિક્ષણનું દરેક ક્ષેત્ર માટે કઈ રીતે જરૂરી છે, એની વાત કરતાં આવનારા સમયની તકો વિશે અને સરકારની ઉપલબ્ધિ વિશેની વાત કરી હતી. એમણે પેથલજીભાઈને સાચા સમાજ શિલ્પી ગણીને એમને શું શાસનના પ્રણેતા, અટલ બિહારી બાજપાઈને યાદ કરી સંસ્થા સાથેના સંસ્મરણો વાગોળ્યાં હતા. આ સંસ્થાને યુનિવર્સિટીનો દરજ્જો મળ્યો એની શુભેચ્છા પાઠવી જવાહરભાઈનું ગૌરવ કરતાં આ સંસ્થાને ગુજરાતનું ગૌરવ ગણાવ્યું હતું.
આ દીકરીઓ આવતીકાલના ભારતનું ભવિષ્ય છે, એમ કહીને ટેક્નિકલ શિક્ષણ તરફ આગળ વધવાની હાકલ કરી હતી. એમણે ચૂંટાયેલી સરકારના પાંચ પ્રકલ્પોની જાહેરાત કરીને ગુજરાતમાં પ્રવાસન ઉદ્યોગની શક્યતાઓને વિકસાવવાની જરૂર છે, એમ કહી સરકારના સંકલ્પને દોહરાવ્યો હતો. આ પ્રસંગે મહેમાનોને આવકારતાં રાજ ચાવડાએ પેથલજીભાઈ કઈ રીતે પુરુષાર્થ અને પ્રમાણિકતાનું પ્રતિક હતા એની વાત ટાંકીને ઉપસ્થિત સૌ કોઈને આવકાર્યા અને મહેમાનોના પ્રસંગોચિત વક્તવ્યોમાં ઉદબોધન કરતાં ધારાસભ્ય દેવા માલમે, પેથલજીભાઈને કન્યા કેળવણીના મોટા મસીહા ગણાવીને હજારો દીકરીઓને શિક્ષણ આપ્યું અને જવાહરભાઈએ એમાં દિવેલ પુરવાનું કામ કરીને સંસ્થાને બિરદાવી હતી.
જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયાએ, પેથલજીભાઈને સિંહ અને નરસિંહ સાથે સરખાવ્યાં હતા. દીકરીઓને ભારતની આન બાન અને શાન ગણાવીને શિક્ષણ દ્વારા સમાજ ઘડતરમાં પેથલજીભાઈના યોગદાનને બિરદાવ્યું હતું. વાલીઓને પોતાના બાળકોની સરખામણી અન્ય સાથે ન કરવાની અપીલ કરી હતી અને સંસ્થામાં શિક્ષકો દ્વારા થઈ રહેલા કામ અંગે આનંદ વ્યક્ત કર્યો હતો. જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાએ એમના અધ્યક્ષીય પ્રવચનમાં આ સંસ્થાની ઉંમર પોતાની ઉંમરથી પણ મોટી હોવાનું કહીને સંસ્થાનું ગૌરવ વધાર્યું હતું.
જવાહરભાઈ અને તેમના પત્ની મિતાબેનની ખેવનાને માવતર સાથે સરખાવી હતી અને કહ્યું હતું શિક્ષણ સાથે સંસ્કારનું સિંચન થાય છે, એનું ગૌરવ કરીએ એટલું ઓછું છે. આ પ્રસંગે આહિર સમાજના નવા ચૂંટાયેલા ધારાસભ્યોનું સંસ્થા વતી અને અખિલ ભારતીય યાદવ સમાજવતી સન્માન કરવામાં આવ્યું હતું. હેમંત ખવા, ત્રિકમ છાંગા, ઉદય કાનગડ અને ભગવાનજી બારડે પોતાના સન્માનના પ્રતિભાવમાં પેથલજીભાઈનું પુણ્ય સ્મરણ કર્યું હતું.
ત્રિકમ છાંગાએ પેથલજીભાઈને અંધકારમાં ચિરાગ જેવા ગણાવ્યાં હતા, તેઓના યાદગાર વ્યક્તિત્વને યાદ કરી એમણે સમાજની પરંપરાનું ગૌરવ વધાર્યું હતુંઅને પેથલજીભાઈનું સ્વપ્ન સાકાર થાય એવી શુભેચ્છા વ્યક્ત કરી હતી.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.