Home ગુજરાત જૂનાગઢ જિલ્લામાં ડોર ટુ ડોર હેલ્થ સર્વે : ૫.૩૧ લાખ લોકોને આવરી...

જૂનાગઢ જિલ્લામાં ડોર ટુ ડોર હેલ્થ સર્વે : ૫.૩૧ લાખ લોકોને આવરી લેવાયા

12
0

છેલ્લા પાંચ દિવસમાં ૪૭૬ મેડિકલ કેમ્પ દ્વારા ૮૨૭૮ દર્દીને જરૂરી સારવાર અપાઈ

મચ્છરનો ઉપદ્રવ ન થાય તે માટે આરોગ્ય કર્મીઓ દ્વારા ગામેગામ  કરાતી પોરાનાશકની કામગીરી

(જી.એન.એસ) જૂનાગઢ,તા.૦૧

જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદથી લોકોનું આરોગ્ય ન જોખમાય અને રોગચાળો ન વકરે તે માટે જિલ્લા વહીવટી તંત્ર સતર્કતા સાથે કામ કરી રહ્યું છે. જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા ગામે ગામ ડોર ટુ ડોર હેલ્થ સર્વે કરવામાં આવી રહ્યો છે.  જેમાં છેલ્લા પાંચ દિવસમાં જિલ્લાના ૫.૩૧ લાખ લોકોને આવરી લેવામાં આવ્યા છે. ઉપરાંત ૪૭૬ મેડિકલ કેમ્પ દ્વારા ૮૨૭૮ દર્દીને જરૂરી સારવાર આપવામાં આવી છે. આરોગ્ય કર્મીઓ ગામે ગામ જઈ, ડોર ટુ ડોર સર્વે કરવામાં આવી રહ્યો છે સર્વે દરમિયાન તાવ ઝાડા ઉલટી શરદી ખાંસી વગેરેના સામે આવતા દર્દીઓને જરૂરી દવાઓ અને સારવાર આપવામાં આવે છે. તેમજ જરૂર જણાયે નજીકના સરકારી દવાખાનામાં દર્દીઓને રિફર કરવામાં આવે છે. આ દોટ ડોર સર્વે દરમિયાન આરોગ્ય લક્ષી જનજાગૃતિની પણ કામગીરી કરવામાં આવી રહી છે, લોકોને સ્વચ્છ અને ક્લોરીનયુક્ત પાણી પીવા, ઝાડા ઉલટીના કેસમાં ઓઆરએસનો ઉપયોગ કરવા તથા વાસી અને બહારનો દૂષિત ખોરાક ન ખાવા સહિતની જરૂરી જાણકારીઓ આપવામાં આવી રહી છે. ઉપરાંત મચ્છર નો ઉપદ્રવ ના વધે તે માટે આરોગ્ય કર્મીઓ દ્વારા પરા નાશક ની કામગીરી પણ કરવામાં આવી રહી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગાંધીનગરનાં મહિલા વકીલને રૂ. 68 લાખનો ચૂનો લગાવનાર ત્રણ ભેજાબાજો ઝડપાયા
Next articleજિલ્લા સ્પોર્ટ્સ સ્કુલ યોજના અંતર્ગત અંડર-૧૫ વયજૂથમાં ભાઈઓ અને બહેનો માટે પસંદગી પ્રક્રિયાનું આયોજન