Home ગુજરાત જૂનાગઢમાં હિન્દુ-મુસ્લિમ સમાજની બાળાઓ સાથે ગરબે ઘૂમી

જૂનાગઢમાં હિન્દુ-મુસ્લિમ સમાજની બાળાઓ સાથે ગરબે ઘૂમી

34
0

જૂનાગઢમાં નવરાત્રિ દરમિયાન કોમી એકતા જોવા મળી રહી છે. 60 વર્ષ જૂની ચામુંડા ગરબી મંડળની ગરબી મુસ્લિમ વિસ્તારમાં યોજાય છે. અહીં હિન્દૂ આયોજકોની સાથે મુસ્લિમ આગેવાનો પણ ખભે ખભા મિલાવી સર્વધર્મ સમભાવની જ્યોત જલાવી રહ્યા છે. હિન્દૂ-મુસ્લિમ સમાજની દીકરીઓ પ્રાચીન ગરબાની રમઝટ બોલાવતી હોય તેવું કોમી એખલાસ ભર્યું દૃશ્ય નરસિંહ મહેતાના ચોરા પાસેની ચામુંડા ગરબીમાં જોવા મળ્યું છે.

ભક્ત કવિ નરસિંહ મેહતાના ચોરા સમીપ ગરબે ઘૂમતી મુસ્લિમ દીકરીઓ હિન્દૂ દીકરીઓ સાથે સાકરની જેમ ભળી આદ્યશક્તિની ઉપાસના કરે છે. જૂનાગઢ શહેરની પ્રખ્યાત એવી નરસિંહ મહેતા ચોરા પાસે આવેલી ચામુંડા ગરબી મંડળ ટ્રસ્ટ દ્વારા યોજાતી ગરબીમાં હિન્દુ – મુસ્લીમ બાળાઓનાં વિશિષ્ટ પ્રકારનાં ભક્તિભાવ પૂર્વકનાં રાસ ગરબા નિહાળવા એ અનન્ય લ્હાવો છે

અને બાળાઓનાં રાસ નિહાળી ઉપસ્થિત જનસમુદાય ભકિતભાવનમાં ગરકાવ બની જતા હોય છે. એવું સુંદર મજાનું વાતાવરણ અહીં પુરૂ પાડવામાં આવે છે. શકિતની આરાધનાના પર્વ ઉત્સાહભર્યુ વાતાવરણ જાવા મળી રહ્યું છે. હિન્દુ મુસ્લીમ કોમી એકતાનું ઉત્કૃષ્ઠ ઉદાહરણ એ આ ગરબીની વિશેષતા રહી છે. અહીં દરેક સમાજ એકબીજા સાથે હળી મળી અને તહેવારોની ઉજવણી કરે છે.

જૂનાગઢ શહેરની વિશેષતા એ રહી છે કે આ શહેરનાં લોકોમાં દરેક તહેવારોને ઉજવવા માટેની ઉત્સાહ, ભાવના અને દરેક સાથે હળી મળીને ભાઈચારાથી તહેવારો ઉજવવામાં આવી રહ્યા છે. નરસિંહ મહેતા ચોરા પાસેની ચામુંડા ગરબી મંડળ ટ્રસ્ટ છેલ્લા 60 વર્ષથી પોતાનાં પરંપરાગત બાળાઓનાં રાસને લઈને ખુબ જ પ્રખ્યાત છે. આ વર્ષે પણ નવરાત્રી મહોત્સવને ઉજવવા આયોજન કરવામાં આવ્યું છે.

સંસ્થાનાં પ્રમુખ પ્રવિણા સી. ચાવડા, ઉપપ્રમુખ રમેશ સી . કુનપરા , મંત્રી ઈકબાલભાઈ બોદુભાઈ સીડા , સહમંત્રી બેદનાણી એન . તુલસીદાસ , ખજાનચી અમીનભાઈ એમ . હોલેપૌત્રા , ટ્રસ્ટ ખજાનચી અમીનભાઈ એમ. હોલેપૌત્રા, ટ્રસ્ટ અશોકકુમાર સી. ચાવડા, જીતેન્દ્રભાઈ ગંગદાસ, સાવલીયા અભિષેક જે. જે સહિતના કાર્યકર્તાઓનાં માર્ગદર્શન હેઠળ આ વર્ષે આયોજન થયું છે.

જૂનાગઢ શહેરમાં શેરી, મહોલ્લા અને વિવિધ વિસ્તારોમાં 250 થી વધારે ગરબી મંડળો રહેલા છે અને પોતપોતાની આગવી વિશેષતા ધરાવે છે ત્યારે ચામુંડા ગરબી મંડળ ટ્રસ્ટ દ્વારા યોજાતા નવરાત્રિ મહોત્સવને માણવા જૂનાગઢ શહેરમાં દૂર દૂરથી લોકો પોતાનાં પરીવારજનો સાથે આવે છે અને બાળાઓનાં રાસ-ગરબા નિહાળી શક્તિની આરાધનાનાં આ પર્વ દરમ્યાન માતાજીની આરાધના અને ગરબા સ્વરૂપે જોઈ અને ખુબ જ ખુશાલી પણ વ્યકત કરે છે.

કોરોના કાળ દરમિયાન છેલ્લા બે ત્રણ વર્ષથી આ ગરબી બંધ રહી હતી અને આ વર્ષે તમામ નિયંત્રણો દૂર થયા છે ત્યારે ખુબ જ ઉત્સાહભેર નવરાત્રિની ઉજવણી કરવામાં આવી રહી છે. તેમજ આ વિસ્તારના દરેક સમાજનાં અગ્રણી, આગેવાનો અને વિસ્તારનાં દરેક સમાજનાં અગ્રણી, આગેવાનો અને રહેવાસીઓ પણ પ્રોત્સાહન પુરૂ પાડવામાં આવી રહ્યું છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field