Home ગુજરાત જૂનાગઢમાં દીકરીનો જન્મ થતાં માતાપુત્રીને ઘરની બહાર કાઢી મૂકવામાં આવ્યા

જૂનાગઢમાં દીકરીનો જન્મ થતાં માતાપુત્રીને ઘરની બહાર કાઢી મૂકવામાં આવ્યા

4
0

(જી.એન.એસ) તા.૩૦

જૂનાગઢ,

સરકાર “બેટી બચાવો બેટી પઢાવો”ને ગમે તેટલી પ્રોત્સાહન આપે, તો પણ ઘણા લોકોની માનસિકતા બદલાઈ નથી. કારણ કે સમાજમાં દીકરીઓને બોજ માનતા લોકોની સંખ્યા ઘટી નથી. આવો જ એક કિસ્સો જૂનાગઢમાં પ્રકાશમાં આવ્યો છે, જ્યાં દીકરીનો જન્મ થતાં જ માતા-પુત્રીને ઘરની બહાર કાઢી મુકવામાં આવ્યા હતા. સરકાર “બેટી બચાવો બેટી પઢાવો”ને ગમે તેટલી પ્રોત્સાહન આપે, તો પણ ઘણા લોકોની માનસિકતા બદલાઈ નથી. કારણ કે સમાજમાં દીકરીઓને બોજ માનતા લોકોની સંખ્યા ઘટી નથી. આવો જ એક કિસ્સો જૂનાગઢમાં પ્રકાશમાં આવ્યો છે, જ્યાં દીકરીનો જન્મ થતાં જ માતા-પુત્રીને ઘરની બહાર કાઢી મુકવામાં આવ્યા હતા. આ મહિલા અને તેની એક વર્ષની પુત્રીને આ મહિલા હવે પોતાને અને તેની પુત્રીને ન્યાય મેળવવા પોલીસ સ્ટેશને આવી છે…આ મહિલાનું નામ છે ગાયત્રીબેન મેઘાણી અને તેની એક વર્ષની પુત્રી પ્રીશા…આઠ વર્ષ પહેલા ગાયત્રીબેનના લગ્ન થયા હતા. જૂનાગઢના વાંઝાવાડના રહેવાસી ગાયત્રીબેન મેઘાણીને તેના સાસરિયાઓ વારંવાર મારતા હતા અને શારીરિક અને માનસિક ત્રાસ વચ્ચે ગાયત્રીબેને એક પુત્રને જન્મ આપ્યો હતો એક વર્ષ પહેલા ગાયત્રીબેને એક સુંદર પુત્રીને જન્મ આપ્યો હતો અને પુત્રીનો જન્મ થતાં જ સાસરીયાઓએ પરિણીતાને ઘરની બહાર કાઢી મુકી હતી. આ ક્રમ એક વર્ષથી ચાલી રહ્યો છે. પરિણીત મહિલા તેની માતાના ઘરે રહે છે એટલું જ નહીં… અગાઉ પણ એક વખત ગાયત્રીબેન મેઘાણી જ્યારે ગર્ભવતી હતા ત્યારે તેમના પતિ આશિષ મેઘાણી અને તેમના સાસરિયાઓએ જૂનાગઢની ખાનગી હોસ્પિટલમાં પ્રેગ્નન્સી ટેસ્ટ કરાવ્યો હતો અને જ્યારે તેમને ખબર પડી હતી કે તેમને દીકરી થવાની છે. તેણે ગર્ભપાત કરાવ્યો અને ત્યારબાદ આ પુત્રીનો જન્મ થયો. ગાયત્રીબેને તેના સાસરીયાઓ પર અંધશ્રદ્ધાળુ હોવાનો આરોપ લગાવ્યો છે. અને બે દિવસ પહેલા તે તેના સાત વર્ષના પુત્રને મળવા તેની સાસરીમાં ગઈ હતી ત્યારે તેને મળવા દેવાઈ ન હતી અને તેનું અપમાન કરીને તેને ઘરની બહાર કાઢી મૂકાઈ હતી. આનાથી કંટાળીને તેણે દવા પીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર મામલા ને લઈને ગાયત્રીબેન મેઘાણી ને ન્યાય મળે અને પોતાની દીકરીનું ભવિષ્ય ન બગડે તે માટે મહિલા પોલીસ સ્ટેશનમાં ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે તેમાં ગાયત્રીબેનના પતિ આશીષભાઇ ઘનશ્યામભાઇ મેઘાણી, સાસુ હીરાબેન ઘનશ્યામભાઈ મેઘાણી, અને નણંદ ભારતીબેન ઘનશ્યામભાઈ મેઘાણી સામે ફરિયાદ નોંધાવી છે અને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleબનાસકાંઠામાં જાગીર મઠના મહંતને લઈને વિવાદ થયો
Next articleગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ઠંડીનો જારી છે, જોકે હવે રાજ્યમાં ઠંડીમાં આંશિક ઘટાડો નોંધાયો