(જી.એન.એસ) તા.૩૦
જૂનાગઢ,
જૂનાગઢમાં વરસાદનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે. ગિરનાર પર ભારે વરસાદના કારણે ભવનાથ ક્ષેત્રમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું તો દામોદર કુંડ બે કાંઠે વહેતો થયો હતો. જૂનાગઢમાં વરસાદનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે. ગિરનાર પર ભારે વરસાદના કારણે ભવનાથ ક્ષેત્રમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું તો દામોદર કુંડ બે કાંઠે વહેતો થયો હતો.સોનરખ નદીમાં પાણીનો પ્રવાહ વધતા દામોદર કુંડમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું અને દામોદર કુંડ બે કાંટે વહેતો થયો હતો. હવામાન વિભાગની આગાહીને લઇને રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે જૂનાગઢને ફરીવાર મેઘરાજાએ ધમરોળ્યું છે. ગિરનાર પર્વત પર રવિવારે સાંજના 6 વાગ્યાથી લઈ 10 વાગ્યા સુધી આઠ ઇંચ વરસાદ નોંધાયો છે તો શહેરી વિસ્તારમાં ચાર ઇંચ જેટલો વરસાદ પડતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. રવિવારે વહેલી સવારથી જૂનાગઢ શહેરમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. ભારે વરસાદને પગલે જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસીયાએ ટ્વીટ કરીને લોકોને સાવચેત રહેવા અપીલ કરી હતી. જોકે, સાંજના 6 વાગ્યા બાદ મેઘરાજાએ સટાસટી બોલાવતાં કાળવાનો ભોકરો પણ બે કાંઠે વહેતો થયો હતો. ધોધમાર વરસાદના પગલે જૂનાગઢના ગિરનાર પરથી પાણીના ધોધ વહેતાં દામોદર કુંડનું રોદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું. દામોદર કુંડના પૂલ સુધી પાણી પહોંચી ગયું હતું. બીજી તરફ ગઢડા તાલુકાના પીપરડી ગામે નદીમાં ઘોડાપૂર આવતા પીપરડીથી ઈંગોરાલા જવાનો રસ્તો થયો બંધ થયો હતો. ભારે વરસાદના પગલે જૂનાગઢમાં દોલતપરામાં વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો હેરાન પરેશાન થયા હતા. તો ભવનાથ ભારતી આશ્રમ પાસે પૂરના પાણીમાં તણાઈ ગયેલી કારને કાઢવા આવેલી જેસીબી પણ ફસાયું હતું. બીજી તરફ મોતીબાગ નજીક આવેલા કારવા વોકળાના રોડ પર પાણી ફરી વળ્યા હતા.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.