Home ગુજરાત જૂનાગઢની સબ-રજીસ્ટ્રારની કચેરીમાં 2 દિવસની અંદર 147 દસ્તાવેજ થયા

જૂનાગઢની સબ-રજીસ્ટ્રારની કચેરીમાં 2 દિવસની અંદર 147 દસ્તાવેજ થયા

19
0

(જી.એન.એસ) તા. 11

જુનાગઢ,

આ મહિનામાં દેવઉઠી અગિયારસ આવશે એટલે તેવું માનવામાં આવે છે કે તે બાદ કોઈ પણ સારા કામ નાથાય, જો કોઈ પણ સારું કામ કરવું હોયતો ચાર મહિના રાહ જોવી પડે, તેને ધ્યાન માં રાખીને લોકો દ્વારા નવી મિલકત, સોનું તથા કીમતી વસ્તુઓ ની ખરીદી પર છેલ્લા એક અઠવાડિયામાં જોઈએ તો પુર જોશમાં ચાલી રહી છે ત્યારે જૂનાગઢની ત્રણેય રજીસ્ટ્રાર ઓફિસમાં નોંધણી માટે ભારે ઘસારો જોવા મળ્યો હતો શહેરની સીટી- 1 ટીંબાવાડી, સીટી- 2 રૂરલ અને સીટી- 3 તાલુકા કચેરી મળીને સોમ- મંગળ બે દિવસમાં કુલ 147 દસ્તાવેજની નોંધણી થઇ અને તેના થકી સ્ટેમ્પડ્યુટી રૂપિયા 50,17,222 અને રજીસ્ટ્રેશન ફી થકી રૂા.9,24,535ની સરકારને ત્રણેય સબરજીસ્ટ્રારમાંથી આવક થઇ હતી. બંને દિવસમાં મહિલાઓના નામે 22 પ્રોપર્ટીની ખરીદી થઈ હતી. અધિકારીના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાક વર્ષો કરતા આ વર્ષમાં પ્રોપર્ટીમાં મહિલાઓના નામે નોંધણીમાં વધારો જોવા મળ્યો છે. કારણ કે મહિલાઓના નામે નોંધણી કરાવાતા રજીસ્ટ્રેશન ફીમાંથી 1 ટકા માફી મળે છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગુજરાતને વિકસિત ભારતનું પ્રથમ વિકસિત રાજ્ય બનાવવાના ‘ગુજરાત ગુણવત્તા સંકલ્પ’નો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ
Next articleપ્રાંતિજના મજરા પાસે અમદાવાદથી હિંમતનગર જઈ રહેલી આઇસરમાં આગ લાગતા વાહનચાલકનું કરુણ મોત