Home ગુજરાત જૂનાગઢના સોનારડી પાસે કાર અને બાઇક વચ્ચે અકસ્માતમાં 2 યુવાનોના મોત

જૂનાગઢના સોનારડી પાસે કાર અને બાઇક વચ્ચે અકસ્માતમાં 2 યુવાનોના મોત

26
0

(જી.એન.એસ) તા. 06

જુનાગઢ,

જુનાગઢમાં એક ગંભીર અકસ્માતની ઘટના બની છે જેમાં સોનારડી પાસે કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા કાર બેકાબૂ થઈ રોડ સાઈડ લાગેલા પાઇપ સાથે ધડાકાભેર અથડાઈ હતી, જેના કારણે પાઇપ કારને આરપાર થઈ હતી. આ અક્સમાતમાં બે આશાસ્પદ યુવકનાં મોત નીપજ્યા છે જ્યારે બે યુવતી સાથે 4 લોકો ઇજાગ્રસ્ત થયા છે. અકસ્માત કેવી રીતે સર્જાયો તે અંગે સ્થાનિક પોલીસ દ્વારા તપાસ કરાઈ રહી છે. જુનાગઢ જિલ્લાના સોનારડી પાસે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. એક સફેદ કલરની કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અક્સમાતમાં કાર બેકાબૂ થઈને રોડ સાઇડ લાગેલા પાઇપ સાથે ધડાકાભેર અથડાઈ હતી, જેના કારણે પાઇપ કારની આરપાર થઈ ગઈ હતી. માહિતી મુજબ, આ અકસ્માતમાં કારસવાર બે આશાસ્પદ યુવકોનાં મોત નીપજ્યા છે. જ્યારે બે યુવતી સહિત કુલ 4 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ અકસ્માતમાં ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જો કે, આ અકસ્માત કેવી રીતે સર્જાયો તે અંગેની તપાસ કરવામાં આવી રહી છે. અકસ્માતને પગલે સ્થાનિક પોલીસ અધિકારીઓની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે મૃતકોના શવને પીએમ અર્થે મોકલી તેમની ઓળખ કરવા કાર્યવાહી હાથ ધરી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleતાપમાન વધવાની સાથે જ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ગરમીના મહિનાઓ દરમિયાન હીટવેવની તૈયારીઓ અને હોસ્પિટલમાં લાગેલી આગને રોકવા માટેના પગલાં અંગે રાજ્યો સાથે સમીક્ષા બેઠક યોજી
Next articleમહેસાણાની સેવાશ્રય કો ઓપરેટિવ ક્રેડિટ સોસાયટીના સંચાલકે કરી મોટી ઠગાઈ