Home ગુજરાત જૂનાગઢના મેંદરડામાં 3.5 વર્ષના બાળકનું દીપડાના હુમલાના કારણે કરુણ મોત  

જૂનાગઢના મેંદરડામાં 3.5 વર્ષના બાળકનું દીપડાના હુમલાના કારણે કરુણ મોત  

18
0

(જી.એન.એસ) તા. 27

જુનાગઢ,

મેંદરડા પંથકમાં એક ખુબજ આઘાતજનક અને દુઃખદ ઘટના બની હતી જેમાં એક દીપડાએ માસૂમ બાળક પર હુમલો કરવાના કારણે તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજયું હતું. મેંદરડામાં વહેલી સવારે દીપડો ગામના ખેતરમાં ઘૂસ્યો અને બાળક પર હુમલો કર્યો. નાનો બાળક દીપડાનો શિકાર થવાની ઘટના અંગે વનવિભાગને જાણ કરવામાં આવી. વનવિભાગનો સ્ટાફ ઘટનાસ્થળ પર પંહોચી દીપડાના પંજાના નિશાન પરથી તેની શોધખોળ આદરી છે. મળતી જાણકારી પ્રમાણે રોહિત નામના સાડા ત્રણ વર્ષના બાળકને દીપડો સીમમાંથી ઉપાડી જતા ચકચાર મચી ગઈ હતી. આ ઘટના મેંદરડાના અમરગઢ રોડ પર આવેલા ખેતરમાં બની હતી.

 દીપડાએ બાળકને ફાડી ખાધા બાદ આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે. ખાસ કરીને વાત કરીએ તો, માનવભક્ષી બની ગયેલા દીપડાને તાત્કાલિક પકડવા માટે સ્થાનિક લોકો દ્વારા માંગ કરવામાં આવી છે. નોંધનીય છે કે, આ વિસ્તારમાં અત્યારે જંગલી પ્રાણીઓનો ત્રાસ સતત વધી રહ્યો છે. મોડી રાત્રે દીપડો સાડા ત્રણ વર્ષના બાળકને ઉપાડી ગયો હતો. નોંધનીય છે કે, દીપડાએ બાળકનો ફાડી ખાધો હોવાથી અન્ય સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયેલો છે.

આ દુઃખદ ઘટનાની પ્રાપ્ત માહિતી અનુસાર મેંદરડાના અમરગઢ રોડ પરના ખેતરમાં વહેલી સવારે દીપડો ઘૂસ્યો. દીપડો ખેતરમાં આંટાફેરા મારતો હતો ત્યારે મજૂરનો સાડાત્રણ વર્ષનો માસૂમ પુત્ર ઘરમાં રમતો હતો. મજૂરના બાળક પર દીપડાએ હુમલો કર્યો ત્યારે પરિવારના કોઈ સભ્ય ત્યાં હાજર નહોતો. નાનો બાળક દીપડાનો શિકાર થતા બચવા માટે વલખાં માર્યા પરંતુ સફળ થઈ શક્યો નહી. માનવભક્ષી બનેલ દીપડાએ મજૂરી કામ કરી ગુજરાન ચલાવનાર પરપ્રાંતીય મજૂરના નાના પુત્રનો શિકાર કરી મોતને ઘાટ ઉતાર્યો. પરીવારે પોતાનો પુત્ર ગુમાવતા ઘણો દુઃખી થયો. સ્થાનિકોની મદદથી આ ઘટનાની વનવિભાગને જાણ કરવામાં આવી. જેના બાદ વનવિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવી એ વિસ્તારમાં પાંજરા મૂકયા હતા જેથી દીપડાની પકડી શકાય. જો કે દીપડાના આતંકના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઆંદામાન અને નિકોબાર ટાપુના લેફ્ટનન્ટ ગવર્નરે પ્રધાનમંત્રીશ્રી સાથે મુલાકાત કરી
Next articleવડોદરા મહાનગર પાલિકાના વોર્ડ નં – 1 માં પાણીની સમસ્યાને લઇને કોંગ્રેસના કોર્પોરેટરોએ પાણીની ટાંકીએ ધરણા કરવા પડ્યા