જૂનાગઢના ગાંધીગ્રામ વિસ્તારમાં રાત્રિના સિંહ પરિવાર રોડ પર જાેવા મળ્યો હતો. એ જ ચાર સિંહોનું ટોળું ફરી રાત્રે બિલખા રોડ રાજીવનગરના ગેટ પર જાેવા મળ્યું હતું. મધરાતે સિંહ પરિવારના આંટાફેરાનાં દૃશ્યો કેમરામાં કેદ થયાં છે.
જંગલના રાજા સિંહ વારંવાર ખોરાકની શોધમાં લટાર મારતાં-મારતાં જંગલની બહાર માનવવસતિના વસવાટવાળા વિસ્તામરોમાં આવી જાય છે. એક દિવસ પહેલાં સિંહો ગાંધીગ્રામ વિસ્તારમાં ફરતા હોવાનો વીડિયો વાઇરલ થતાં વન વિભાગે સ્ટાફને એલર્ટ કર્યો હતો. એ જ સિંહ પરિવાર રાત્રે ફરી જાેવા મળ્યો હતો.
બીલખા રોડ રાજીવનગરના ગેટ પાસે, જ્યાં મેંદરડા, વિસાવદર જવાનો રોડ છે ત્યાં મેઈન રોડ પર એકસાથે ચાર સિંહે મધરાતે પોતાની મસ્તીમાં બિનધાસ્ત મોજ માણી હતી. બે બચ્ચાં અને બે સિંહણ ચારેય મેઈન રોડ પર બેઠેલા જાેવા મળ્યાં હતાં. બાદમાં આ સિંહોનું ટોળું જંગલ તરફ જતું રહ્યું હતું.
આ સમયે ત્યાંથી પસાર થતા એક કારચાલકે આ દૃશ્યો પોતાના મોબાઈલમાં કેદ કરી લેતાં આ વીડિયો ખૂબ વાઇરલ થઈ રહ્યો છે. આ બાબતની જાણ વન વિભાગને થતાં વન વિભાગનો સ્ટાફ પણ એલર્ટ થયો હતો.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.