જૂનાગઢ ભાજપના ધારાસભ્ય સંજય કોરડિયા દ્વારા પોતાના પગાર અંગે નવતર પહેલ કરી છે. જેમાં ધારાસભ્ય તરીકે મળતો પગાર અને ભથ્થાઓ પોતે વ્યક્તિગત ખર્ચ માટે ન વાપરતા આ પગાર અને ભથ્થાઓ ગરીબ વિદ્યાર્થિનીઓ માટે વાપરવામાં આવશે તેવી જાહેરાત કરી છે. ઉપરાંત ધારાસભ્ય બન્યા બાદ તેમને વ્યક્તિગત રીતે શુભેચ્છકો અને સમર્થકો ભેટ-સોગાતો સાથે મળવા આવે છે. તેને પણ ધારાસભ્ય સંજય કોરડિયા એ ફૂલ હાર કે બુકેને બદલે વિદ્યાર્થીઓને ઉપયોગી એવી પેન્સિલ બોક્સ, પેન જેવી વસ્તુઓ ભેટમાં આપે તેવી અપીલ કરી છે.
જેને કારણે આ ભેટ-સોગાત એકઠી કરી અને જરૂરિયાતમંદ દીકરીઓને આપવામાં આવશે. જૂનાગઢના ધારાસભ્ય તરીકે કરેલી આ જાહેરાતને લોકોએ પણ સહર્ષ આવકારી છે અને તેમને વ્યક્ત કરેલી લાગણીને ધ્યાનમાં રાખી બુક્સ અને પેન્સિલને ભેટ તરીકે લોકો આપી રહ્યાં છે. જૂનાગઢ ધારાસભ્ય સંજય કોરડિયા જણાવ્યું હતું કે, ધારાસભ્યનું જે પગાર અને ભથ્થું મળશે તે મત વિસ્તારની હોશિયાર અને જરૂરિયાતમંદ પરિવારની દીકરીઓ કે, જેમની આર્થિક પરિસ્થિતિ નબળી હોય તેવી દીકરીઓના એજ્યુકેશન અને હોસ્ટેલ ફી માટે પગાર અને ભથ્થાનો ખર્ચ ઉપયોગ કરવામાં આવશે.
વ્યક્તિગત ખર્ચ માટે પગાર અને ભથ્થાનો ઉપયોગ કરવામાં નહીં આવે. દીકરીઓ દેશનું ભાવિ છે અને ક્યારેય કોઈ આર્થિક પરિસ્થિતિને હિસાબે કોઈ દીકરી ભણી ન શકે અને પોતાની ઈચ્છા શક્તિ પૂરી ન કરી શકે તેવી દીકરીઓ માટે આ પગાર વધુ વપરાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારે દીકરીઓને આગળ વધારવા પ્રોત્સાહન કર્યું છે, ત્યારે એક ધારાસભ્ય તરીકે મારી પણ જવાબદારી આવે છે કે, મારા વિસ્તારની કોઈ દીકરીઓ આર્થિક પરિસ્થિતિના હિસાબે અભ્યાસ વિનાની ના રહે.
બીજી તરફ સંજય કોરડિયા ધારાસભ્ય બનતા તેમના શુભચિંતકો, કાર્યકર્તાઓ અને અલગ-અલગ સમાજના લોકો દ્વારા તેમને શુભકામના પાઠવવામાં ફુલહાર કે પુષ્પો અથવા મોંઘી ભેટો લાવે છે, ત્યારે તેને બદલે જરૂરિયાતમંદ દીકરીઓ માટે બુક્સ, પેન્સિલ, પેન કે અભ્યાસઅર્થે ઉપયોગમાં લઇ શકાય તેવી સામગ્રી લાવવાં ધારાસભ્યએ લોકોને અપીલ કરી છે. કારણ કે, આ નવતર પ્રયાસથી આર્થિક પરિસ્થિતિ નબળી હોય તેવી દીકરીઓને ભણવામાં પ્રોત્સાહન મળે.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.