Home ગુજરાત જૂનાગઢના જે.કે.સ્વામી વિરૂધ્ધ છેતરપિંડીનો ગુનો દાખલ થયો

જૂનાગઢના જે.કે.સ્વામી વિરૂધ્ધ છેતરપિંડીનો ગુનો દાખલ થયો

22
0

(જી.એન.એસ) તા. 28

જુનાગઢ,

ફરી એક વાર જૂનાગઢના એક સ્વામી વિવાદમાં આવ્યા છે, જે.કે.સ્વામી વિરૂધ્ધ ગુનો નોંધાતા ચકચાર મચી ગઈ છે. જે.કે.સ્વામી વિરૂધ્ધ પોલીસમાં છેતરપિંડીનો ગુનો દાખલ થયો છે. જે.કે.સ્વામી સામે સુરતના કોર્પોરેટર અને પાણી સ્મિતિના ચેરમેન સામે છેતરપિંડી કરી હોવાનો આરોપ છે. જેમાં જે.કે.સ્વામીએ 700 વીઘા જમીન ખરીદવાના નામે 1 કરોડ પડાવ્યા હોવાનું કહેવાય છે. એક ગુરૂકુળના પ્રોજેક્ટ માટે જમીન ખરીદવાના નામે તેમણે રૂપિયા પડાવ્યા હતા.આ છેતરપિંડીનો ભોગ ભાજપના કોર્પોરેટર હિમાંશુ રાઉલડી બન્યા હતા. આ અંગે સુરત ક્રાઈમ બ્રાંચમાં ગુનો દાખલ થયો છે. સુરેશ શાર્દુલ અને જે કે સ્વામી સહિતનાઓ સામે ગુનો નોંધાયો છે. સુરત ક્રાઈમ બ્રાન્ચે કોર્પોરેટર હિમાંશુ રાઉલજીની ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

રિઝામાં સ્વામીનારાયણ મંદિર અને ગુરુકૂળ બનાવવાના નામે ઠગાઈ કર્યાનો દાવો કરાયો છે.  700 વિઘા જમીન ખરીદી કરવાના નામે ઠગાઈ કરી હોવાનો પણ દાવો કરાયો છે. ભાજપના કોર્પોરેટર હિમાંશુ રાઉલજીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleશિક્ષણ મંત્રાલય એક સપ્તાહ સુધી ચાલનારા અભિયાન “શિક્ષા સપ્તાહ” ની સાથે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ની ચોથી વર્ષગાંઠ ઉજવી રહ્યાં છે
Next articleઅનરાધાર વરસાદે મેદાની પ્રદેશોના 3 રાજ્યોમાં જનજીવન પર બ્રેક મારી દીધી