નવસારી જિલ્લાના વાસદા તાલુકામાં આવેલા પાણી રાઇબોર ગામના બંધીયાર ફળિયાના પાસેના જૂજ ડેમના કિનારા પાસે સ્થાનિકને વિમલના થેલામાં આશરે પાંચ થી છ માસની ઉંમરનું મૃત અવસ્થામાં બાળક મળી આવ્યું હતું જેની જાણ વાસદા પોલીસને કરવામાં આવતા પોલીસે તાત્કાલિક બાળકનું કબજો લઈ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરી તેના વાલીવરસની શોધખોળ શરૂ કરી છે. વાંસદા તાલુકાના રાયબોર ગામે રહેતા રવિન્દ્રભાઈ ધૂમ માછીમારીનો ધંધો કરે છે
જેમને રાત્રે ડેમ પાસેના કિનારા પાસે વિમલના થેલામાં બંધ એક અજાણ્યા બાળકની લાશ જોવા મળી હતી, બાળક નું શરીર ફૂલી ગયું હતું અને તેની ઓળખ કરવી પણ અઘરી બની છે. તેના શરીરે ક્રીમ અને બ્લુ કલરનું ટીશર્ટ પહેર્યું છે અને કમરે ભૂરા તથા કાળા કલરનું હાફ પેન્ટ પહેરેલું હતું તેના બંને કાંડાના ભાગે કાળા અને સફેદ કલરના મણકા વાળું લુઝ પહેર્યું છે શરીર પર પહેલી ટીશર્ટ પર ધ બોસ નામ લખ્યું છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં બાળકનું ડૂબી જવાથી મોતનું તારણ સામે આવ્યું છે પરંતુ પોલીસે ફોરેન્સિક પોસ્ટમોટમ કર્યું છે જેનો રિપોર્ટ આવવાનું બાકી છે. વાસદા પોલીસ દ્વારા દક્ષિણ ગુજરાતના દરેક હોસ્પિટલોમાં થયેલી પ્રસુતિની વિગત મેળવીને તપાસ શરૂ કરી છે
માસુમ ફૂલ જેવા બાળકની કોઈ કે હત્યા કરી છે કે માવતર દ્વારા જ તેને મારીને પાણીમાં ફેંકી દીધો છે તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.