Home મધ્ય ગુજરાત અમદાવાદ જુની પેન્શન યોજના અને ગ્રેડ પે મુદ્દે સરકારી પ્રાથમિક સ્કૂલોના શિક્ષકો એક...

જુની પેન્શન યોજના અને ગ્રેડ પે મુદ્દે સરકારી પ્રાથમિક સ્કૂલોના શિક્ષકો એક સાથે સીએલ પર ઉતરવાનો ર્નિણય

32
0

રાજ્યના સરકારી પ્રાથમિક સ્કૂલોના શિક્ષકો પડતર પ્રશ્નોને લઈને અનેક વખત રજુઆત કરી ચુક્યા છે. પરંતુ હજુ સુધી કોઈ નિવારણ ના આવતા હવે શિક્ષકો અને કર્મચારીઓ ૧૭ સપ્ટેમ્બરે એક સાથે માસ સીએલ પર ઉતરશે. એક સાથે સ્કૂલના શિક્ષક અને કર્મચારીઓ માસ સીએલ પર ઉતરતા સ્કૂલ બંધ રહી શકે છે. જાેકે હજુ શિક્ષકો અને કર્મચારીઓ સરકારના ર્નિણય રાહ જાેઈ રહ્યાં છે. ર્નિણય નહીં લેવાય તો માસ સીએલ પર ઉતરશે.

રાજ્યની સરકારી પ્રાથમિક સ્કૂલોના ૨ લાખ શિક્ષકો અને અન્ય કર્મચારીઓ જૂની પેન્શન યોજના, ૪૨૦૦ ગ્રેડ પે તથા સાતમા પગાર પંચ સહિતના મુદ્દાને લઈને સરકાર સામે આંદોલન કરી રહ્યાં છે.અગાઉ ૩ સપ્ટેમ્બરે કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. ત્યાર બાદ ૧૧ સપ્ટેમ્બરે ઝોન કક્ષાએ રેલી કરીને કલેકટરને આવેદન આપ્યું હતું અને હવે ૧૭ સપ્ટેમ્બરે માસ સીએલ પર ઉતરવાનો ર્નિણય કર્યો છે.

તે છતાંય ઉકેલ ના આવે તો ૨૨ સપ્ટેમ્બરે કાળી પટ્ટી ધારણ કરીને પેન ડાઉન કરવામાં આવશે. ૩૦ સપ્ટેમ્બરથી શિક્ષકો અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી જશે. અમે અનેક વખત રજૂઆત કરી વિશાળ સંખ્યામાં કલેકટર કચેરીએ જઈને આવેદન આપ્યું છતા અમારા પડતર પ્રશ્નોનો કોઈ ઉકલે લાવવામાં આવ્યો નથી. જેથી અમે હવે માસ સીએલ પર ઉતરીશું. સરકાર અન્ય કર્મચારીઓની માંગણી પુરી કરે છે તો અમારી માંગણી પણ વ્યાજબી છે જે પુરી કરવી જાેઈએ.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleવિદેશી ફંડોનું દરેક ઘટાડે લેવાલીનું આકર્ષણ જળવાઈ રહેતાં ભારતીય શેરબજારમાં સુધારા તરફી ચાલ યથાવત્…!!
Next articleસ્વામી સહજાનંદ કોલેજે કર્યા વિદેશની ૫ યુનિવર્સિટી સાથે એમઓયુ