(જી.એન.એસ) તા. 31
જુનાગઢ,
જુનાગઢમાં ફરી વખત સ્વામી એક નવા વિવાદમાં આવ્યા છે. શ્રીધામ ગુરુકુળના સ્વામીને માર મારતો વીડિયો વાયરલ થયો છે. સુરતના જમીન કૌભાંડ મામલે સ્વામીની કેટલાક લોકોએ મારપીટ કરી કર્યાનુ પ્રાથમિક કારણ સામે આવ્યુ છે. હુમલાખોરોએ સ્વામી વિજયપ્રકાશ પર વ્યભિચારનો આરોપ લગાવ્યો છે. સ્વામીએ હુમલાખોરોના આરોપ ફગાવતા કહ્યુ મને ખોટી રીતે માર મારવામાં આવ્યો છે. જસ્મીન માઢક, જય મોલીયા અને પ્રકાશ વાઘ નામના શખ્સોએ તેમને માર માર્યો હોવાનું જણાવ્યુ છે. સ્વામી સામે વ્યભિચારના આક્ષેપ થતા ફરી અકવાર ભગવો લજવાયો છે અને આ ઘટનાના ઘેરા પડઘા પડ્યા છે. સ્વામી કથાકાર અને શ્રીધામ ગુરુકુળના ટ્રસ્ટી છે અને સંસ્થા પણ ચલાવે છે. થોડા દિવસ પહેલા સુરતમાં જે કે સ્વામી ઉપર જમીન કૌભાંડ મામલે ફરિયાદ દાખલ થઈ છે. જે. કે. સ્વામી પણ જુનાગઢના છે અને તેમનો સાસણગીર ખાતે આશ્રમ આવેલો છે. આ બંને જે. કે. સ્વામી અને વિજયપ્રકાશદાસ સ્વામી બંને મિત્રો હતા.
સુરતના જમીન કૌભાંડ મામલે વિજય પ્રકાશ દાસ સ્વામીએ જણાવ્યુ હતુ કે તેમા મારો કોઈ હાથ નથી. અજાણ્યા લોકોએ મારી સાથે મારકૂટ કરી છે અને મને જે માર મારવામાં આવ્યો છે તે બાબતે પણ તેના અનુયાયીને બોલાવીને આ બાબતે પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ મામલે થોડા દિવસ પહેલા જ સુરતમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને ફરિયાદ બાદ જે કે સ્વામી હાલ ફરાર છે. આ સમગ્ર મામલે જમીન કૌભાંડ મામલે શ્રીધામ ગુરુકુળના વિજયપ્રકાશ દાસ સ્વામી સાથે મારપીટ કરાઈ હોવાનું સ્વામીનું જણાવવુ છે. જો કે ક્યા કારણોસર સ્વામીને માર મારવામાં આવ્યો તો પોલીસ તપાસમાં સામે આવ્યુ છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.