જીપીએસસીએ ભરતી પરીક્ષાના વાર્ષિક કેલન્ડરમાં ફેરફાર કર્યો છે, જેમાં વર્ગ-1,2ની પ્રાથમિક અને મુખ્ય પરીક્ષાની તારીખો પણ બદલી છે. આ પહેલાં ગુજરાત મુલ્કી વર્ગ-1, 2 અને ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી વર્ગ-2ની કુલ જગ્યાઓ 100 હતી,
પરંતુ નવી જાહેરાત પ્રમાણે તેમાં 2 જગ્યાનો વધારો થયો છે. આ ઉપરાંત પહેલા પ્રાથમિક કસોટી નવેમ્બરમાં લેવાવાની હતી, જે હવે જાન્યુઆરી-2023માં લેવાશે. તજજ્ઞોના મતે, વિધાનસભા ચૂંટણીને ધ્યાને લઈને પરીક્ષાઓની તારીખોમાં ફેરફાર કરાયો હોય તેવું લાગી રહ્યું છે,
કારણ કે નવેમ્બર મહિના દરમિયાન વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ શકે છે, જેથી પરીક્ષા લેવામાં મુશ્કેલી ઊભી થઈ શકે છે.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.