મકરસંક્રાંતિના ઉજવણીના ભાગ રૂપે સતત 11માં વર્ષે પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી દ્વારા દરવર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ સરકારી શાળાના બાળકોને પતંગ તથા બિસ્કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં અનાથ અને દિવ્યાંગ બાળકો પણ મકરસંક્રાતિનું પર્વ ઉત્સાપૂર્વક ઉજવી શકે તેવા આશયથી 1300થી વધારે બાળકોને પતંગ વિતરણ કરવામાં આવ્યું હતું. ભાવનગર શહેરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત જુદી જુદી 53 શાળાઓના બાળકોને ત્રણ દિવસ દરમિયાન 1 લાખથી વધુ પતંગનું વિતરણ કરવામાં આવ્યું હતું અને આ વખતે પણ અનાથ અને દિવ્યાંગ બાળકો મકરસંક્રાતિનું પર્વ ઉત્સાપૂર્વક ઉજવી શકે તેવા ઉમદા હેતુથી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ભાવનગરની શાળાઓમાં અભ્યાસ કરતાં 1350 અનાથ અને દિવ્યાંગ બાળકોને એ.વી.સ્કુલ પ્રાથમિક શાળા નં.25 ક્રેસન્ટ ખાતે ચીકી-લાડુ અને 6750 પતંગોનું વિતરણ કરવામાં આવ્યું હતું,
જેમાં ત્રણ દિવસનો પતંગ વિતરણનો કાર્યક્રમ સંપન્ન થયો હતો જેમાં 1,25,000 કરતા વધારે પતંગો અને બિસ્કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ભાવનગર પશ્ચિમની 10 શાળાઓમાં અભ્યાસ કરતાં 3300 બાળકોને 16,500 પતંગ અને બિસ્કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, તેમજ ભાવનગરની વિવિધ સંસ્થાઓ તાપીબાઈ વિકાસગૃહ, બાલાશ્રમ બોરતળાવ વગેરે સંસ્થાઓના બાળકોને પણ પતંગ અને બિસ્કીટનું વિતરણ કરેલ છે.
તથા દાતા સુરેશભાઈ રાઠોડ દ્વારા કાળીયાબીડની સરકારી શાળામાં બાળકો માટે એક વોટર કુલર આપવાની જાહેરાત કરી હતી, કાર્યક્રમમાં ભાવનગરના કલેકટર પારેખ, ડી.ઈ.ઓ તથા નાયબ ડી.ઈ.ઓ, ડેપ્યુટી મેયર કુમારભાઈ શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરુભાઈ ધામેલીયા તથા ભાવનગર ભાજપાના મહામંત્રી, શિક્ષણ સમિતિના ચેરમેન, ડેપ્યુટી ચેરમેન તથા સદસ્યઓ અને પટેલ સમાજના અગ્રણી ઉદ્યોગપતિઓ ભાયાલાલ પટેલ, મુળજીભાઈ પટેલ, જીલ્લા પંચાયતના સદસ્યોઓ, તાલુકા પંચાયતના સભ્યઓ, ભાવનગરના નગરસેવકો,વોર્ડ પ્રમુખો, મહામંત્રીઓ, તાલુકા ભાજપ પ્રમુખ અને ટીમ તેમજ મોટી સંખ્યામાં વાલીઓ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.