Home વ્યાપાર જગત જીઓપોલિટીકલ ટેન્શન સાથે સતત વધી રહેલા ફુગાવા – મોંઘવારીની નેગેટીવ અસર વચ્ચે...

જીઓપોલિટીકલ ટેન્શન સાથે સતત વધી રહેલા ફુગાવા – મોંઘવારીની નેગેટીવ અસર વચ્ચે દરેક ઉછાળે સાવચેતીનો માહોલ…!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૩.૦૫.૨૦૨૨ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૨૯૩૦.૩૧ સામે ૫૩૫૬૫.૭૪ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૨૬૫૪.૮૯ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૧૧૩૦.૮૨ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૩૬.૬૯ પોઈન્ટના ઘટાડા સાથે ૫૨૭૯૩.૬૨ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૫૮૧૦.૭૫ સામે ૧૫૯૬૮.૯૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૫૭૪૪.૧૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૪૬.૯૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૭.૧૦ પોઈન્ટના ઘટાડા સાથે ૧૫૭૮૩.૬૫ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત ઉછાળા સાથે થઈ હતી, પરંતુ વિશ્વના અનેક દેશોમાં ફુગાવો વધવાની બીજી તરફ વ્યાજદરોમાં પણ વધારો થવા સહિતના અન્ય પ્રતિકૂળ અહેવાલો પાછળ ભારતીય શેરબજારમાં ઘટાડો ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત રહી હતી. ફુગાવોમાં વૃદ્વિ સાથે જીઓપોલિટીકલ ટેન્શન વિશ્વભરમાં વધી રહ્યું હોઈ વિશ્વ ફરી મોટી આર્થિક મંદીમાં ગરકાવ થવાની તૈયારીમાં હોવાના અભિપ્રાય વચ્ચે વૈશ્વિક શેરબજારો, કોમોડિટી બજારો, કરન્સી – ક્રિપ્ટોકરન્સી બજારોમાં સાર્વત્રિક ઘટાડા સાથે ભારતીય શેરબજારમાં પણ આજે ઉછાળે સાવચેતી જોવા મળી હતી. વૈશ્વિક સ્તરે અમેરિકાના ફુગાવાના આંક સાંજે ૪૦ વર્ષની ટોચથી ઘટીને ૮.૩% જાહેર થતાં વૈશ્વિક બજારોમાં રિકવરી સાથે ભારતીય શેરબજારોમાં પણ આજે આરંભિક તેજી બાદ ઈન્ડેક્સ બેઝડ ઘટાડો નોંધાતા ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું.

ઓટો, કંઝ્યુમર ડ્યુરેબલ્સ, એફએમસીજી, હેલ્થકેર અને ઈન્ડસ્ટ્રીયલ શેરોમાં ખરીદી સાથે મેટલ, યુટિલિટીઝ, ટેલિકોમ શેરોમાં આજે ફંડોએ મોટાપાયે હેમરીંગ કરતાં અને પાવર, બેન્કેક્સ, બેઝિક મટિરિયલ્સ શેરોમાં સતત વેચવાલી સાથે ફાઈનાન્સ, ટેક અને આઈટી શેરોમાં ઓફલોડિંગ એ બે-તરફી અફડાતફડીના અંતે બીએસઇ સેન્સેક્સ ૧૩૬ પોઈન્ટ ઘટીને અને નિફટી ફ્યુચર ૨૭ પોઈન્ટ ઘટીને બંધ રહ્યા હતા, જો કે સ્મોલ, મિડ કેપ શેરોમાં આજે લેવાલી જોવા મળી હતી. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઘટાડા સામે સ્મોલ, મિડ કેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે રૂ.૦.૪૪ લાખ કરોડ વધીને રૂ.૨૪૧.૩૪ લાખ કરોડ નોંધાયું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૭૯% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૨૮% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર મેટલ, યુટિલિટીઝ, ટેલિકોમ, પાવર, બેન્કેક્સ, બેઝિક મટિરિયલ્સ, ફાઈનાન્સ, ટેક અને આઈટી શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૪૭૨ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૧૭૮ અને વધનારની સંખ્યા ૨૧૬૨ રહી હતી, ૧૩૨ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.

બજારની ભાવિ દિશા….

મિત્રો, વિશ્વ કોરોના મહામારી અને જીઓપોલિટીકન ટેન્શનના કારણે ઊભી થયેલી પરિસ્થિતિ બાદ અસહ્ય ફુગાવા – મોંઘવારીના જોખમી પરિબળનો સામનો કરી રહ્યો છે. ફુગાવાનું પરિબળ વિશ્વને ફરી મોટી મંદીમાં ધકેલી દેવાના જોખમને હવે વિશ્વના મહાસત્તાઓની સાથે ભારત સહિતના દેશોની સેન્ટ્રલ બેંકો – રિઝર્વ બેંકોએ ગંભીરતાથી લઈને ગત સપ્તાહમાં વ્યાજ દરોમાં તીવ્ર વધારો કરતાં ભારતીય શેરબજારમાં ફોરેન ફંડોની સતત વેચવાલી જોવા મળી રહી છે. વિદેશી ફંડ્સની જંગી વેચવાલી હોય ત્યારે સામાન્ય સંજોગોમાં ભારતીય બજારમાં મોટા કડાકા જોવા મળતા હોય છે. આમ છતાં, આ વખતે બજાર ટકી રહ્યું છે અથવા તો તેમાં ઘટાડો એટલો તીવ્ર નથી. આ ટકી રહેવા માટેનું મુખ્ય કારણ છે કે સ્થાનિક ફંડ્સની બજારમાં સતત ખરીદી જોવા મળી રહી છે.

સ્થાનિક ફંડ્સમાં સામાન્ય રોકાણકારોના નવા નાણા સતત આવી રહ્યા છે. વધુને વધુ રોકાણકારો શેરબજાર તરફ વળ્યા છે. કોરોના કાળમાં આવકને ફટકો પડ્યા પછી રોકાણકારો ફંડ્સમાં વેચાણ કરી રહ્યા હતા એટલે દર મહીને મ્યુચ્યુઅલ ફંડ્સમાં ઉપાડ જોવા મળતો હતો જે માર્ચ ૨૦૨૧થી બંધ થઇ ગયો છે. માર્ચ ૨૦૨૧થી એપ્રિલ ૨૦૨૨ વચ્ચે નવો ઇક્વિટી સ્કીમમાં પ્રવાહ અંદાજીત રૂ.૧,૯૧,૪૦૯ કરોડનો જોવા મળ્યો છે. આટલા જંગી પ્રવાહ તેમજ રિટેલ રોકાણકારો સીધા શેરબજારમાં ખરીદી કરી રહ્યા હોવાથી વિદેશી ફંડ્સની સતત વેચવાલી સામે બજારને ટકી રહેવામાં મદદ કરી રહ્યા હતા. છેલ્લા બે મહિનાથી આ પ્રવાહ ધીમો પડ્યો છે અને ફંડ્સની સતત ખરીદીના કારણે તેમના હાથ ઉપર પણ રોકડ ઘટી છે એટલે હવે બજારમાં વધારે તીવ્ર ઘટાડા ચાલુ મહિનામાં જોવા મળી રહ્યા હોય એવી શક્યતા નકારી શકાય નહી તેથી દરેક ઉછાળે સાવચેતી જરૂરી બની રહેશે.

Previous articleસાપુતારાના માલેગામ ઘાટમાર્ગ પર ટ્રક પલટી જતાં માલ સામાનનું જંગી નુકશાન થયું
Next articleઈઝરાયેલે પાડોશી દેશ સીરિયા પર મિસાઈલોથી હુમલો કર્યો
Nikhil Bhatt is a SEBI registered individual Research Analyst under the SEBI (Research Analysts) Regulations, 2014 is an entrepreneur, global thought leader with a sound understanding trend of BSE, NSE, financial industry segments and investment trends. According to Nikhil Bhatt, “Our mission is to spread financial awareness and improve financial literacy in a concise, simple and easy-to-understand manner. Backed by scientific research, ethical principles and reliable data, our publications benefit and guide the Indian financial / non financial community like merchants, managers, investors, traders and readers. We seek to make investment decisions more objective and mature”.