Home ગુજરાત જીએલએસ યુનિવર્સિટી દ્વારા પર્ફોર્મીંગ આર્ટસની બેચલર ડીગ્રીના અભ્યાસનો પ્રારંભ

જીએલએસ યુનિવર્સિટી દ્વારા પર્ફોર્મીંગ આર્ટસની બેચલર ડીગ્રીના અભ્યાસનો પ્રારંભ

98
0

(જી.એન.એસ) તા.૦૩

અમદાવાદ

જીએલએસ યુનિવર્સિટી વર્તમાન શૈક્ષણિક વર્ષ ૨૨-૨૩થી પર્ફૉર્મિંગ આર્ટ્‌સ ફેકલ્ટી હેઠળ આર્ટસમાં બેચલર્સ  ડિગ્રીનો અભ્યાસ શરૂ કરી રહી છે.  આ પ્રારંભ બે મે, ૨૦૨૨ના દિને ટાગોર હૉલમાં ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમસાથે થયો હતો જેમાં વિદ્યાર્થીઓએ નૃત્ય, ફેશન, સંગીત અને લોકકલા જેવા વિવિધ કાર્યક્રમો પ્રસ્તુત કર્યા હતા. ટીવી ડાન્સ રિયાલિટી શૉના જજ માસ્ટર મર્ઝી અને જીએલએસ યુનિવર્સિટીના પ્રમુખ શ્રી સુધીર નાણાવટીએ આ કાર્યક્રમને શોભાવ્યો હતો. જીએલએસ યુનિવર્સિટી અને પર્ફૉર્મિંગ આર્ટ્‌સ ઇન્સ્ટિટ્યૂટના શામક દાવર વચ્ચે સમજૂતી પત્ર પર હસ્તાક્ષર થયા હતા જેમાં તેમના ડાન્સ મૉડ્યૂલ દ્વારા જીએલએસ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને પ્રશિક્ષણ આપવામાં સહકાર થશે.એફટીવી ફેશન અકાદમી અને લેક્મે અકાદમી જેવા સહયોગીઓ પણ સંબંધિત ક્ષેત્રમાં તેમની નિપુણતાનો લાભ આપીને નોંધપાત્ર સહકાર આપશે. નૃત્ય, ફેશન, લોકકળા, નાટક અને સંગીત ક્ષેત્રના વિવિધ નિષ્ણાતો અને મહાનુભાવો કાર્યશાળા યોજીને અને તાલીમમૉડ્યૂલ હાથ ધરીને તેમનો સમૃદ્ધ અનુભવ વહેંચશે.

આ કાર્યક્રમમાં અનેક વિદ્યાર્થીઓએ વિવિધ કળા રજૂ કરી હતી જેને ઉપસ્થિત મેદનીએ વધાવી હતી. શ્રી શામક દાવરના અભિનંદન આપતા સંદેશમાં કહેવાયું છે કે પર્ફૉર્મિંગ આર્ટ્‌સ માટે આ ખૂબ જ સારું પગલું છે  અને તે છેવટે માન્યતા અને સન્માન પ્રાપ્ત કરી રહી છે જે એને મળવા પાત્ર હતાં. તેમણે એમપણ કહ્યું કે માતાપિતા તેમનાં બાળકોને પર્ફૉર્મિંગ આર્ટ્‌સમાં ઔપચારિક શિક્ષણ મેળવવા પ્રોત્સાહન આપશે અને તે દેશ માટે નવું ભવિષ્ય હશે.જીએલએસ યુનિવર્સિટીના પ્રમુખ શ્રી સુધીર નાણાવટીએ જણાવ્યું હતું કે વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ જે નવી શિક્ષણ નીતિ લાવી છે તેમાં એક સાથે બે સ્નાતક કૉર્સ કરી શકાય છે. તેથી જે વિદ્યાર્થીઓમાં પ્રતિભા છે, તેઓ બીજા કૉર્સની સાથે આ કૉર્સ કરી શકશે અને એકલો આ કૉર્સ કરવો હોય તો પણ કરી શકશે. અમે શામક દાવર ઇન્સ્ટિટ્યૂટની સાથે એમઓયૂ પર હસ્તાક્ષર કર્યા છે. આ કૉર્સમાં પ્લેસમેન્ટની પણ જાેગવાઈ કરવામાં આવી છે. ટીવી પર રિયાલિટી શૉના જજ તરીકે જાેવા મળતા માસ્ટર મર્ઝીએ જીએ કહ્યું કે તેઓ રિયાલિટી શૉના જજ તરીકે કામકરે છે અને ઘણી ગુજરાતી પ્રતિભા શૉમાં આવતી હોય છે ત્યારે જીએલએસ યુનિવર્સિટીને પર્ફૉર્મિંગ આર્ટ્‌સમાં ડિગ્રી અભ્યાસથી નવી પ્રતિભાઓને તક મળશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field