Home મધ્ય ગુજરાત અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી, અમદાવાદ ગ્રામ્યની કચેરી દ્વારા અમદાવાદ જિલ્લાની શાળાઓના સંચાલકો સાથે મતદાન...

જિલ્લા શિક્ષણાધિકારી, અમદાવાદ ગ્રામ્યની કચેરી દ્વારા અમદાવાદ જિલ્લાની શાળાઓના સંચાલકો સાથે મતદાન જાગૃતિ બાબતે MOU કરવામાં આવ્યા

25
0

(જી.એન.એસ) તા. 20

અમદાવાદ,

અનુદાનિત અને બિનઅનુદાનિત 133 શાળાઓના સંચાલકો સાથે મતદાન જાગૃતિ સંદર્ભે MOU કરવામાં આવ્યા

૬૫૦થી વધુ કાર્યવાહકોએ નાગરિકોને તેમના મતદાનનું મહત્વ સમજાવવા અને લોકશાહીના પર્વમાં સહભાગી બનાવવા માટે વિવિધ કાર્યક્રમોના આયોજનો સંદર્ભે ચર્ચા વિચારણા કરી.

આગામી તારીખ ૭મી મેના રોજ રાજ્યમાં લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ માટે મતદાન યોજનાર છે. આ ચૂંટણીમાં મહત્તમ સંખ્યામાં મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરીને મહત્તમ પ્રમાણમાં મતદાન કરે તે ઉદેશથી SVEEP (Systematic Voters Education and Electoral participation program) કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવ્યો છે. જે અંતર્ગત અમદાવાદ જિલ્લામાં મહત્તમ મતદાન થાય તે હેતુથી જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી, અમદાવાદ ગ્રામ્ય દ્વારા જિલ્લામાં શાળા કક્ષાએ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

અમદાવાદ જિલ્લા(ગ્રામ્ય)માં SVEEP પ્રવૃત્તિઓ અંતર્ગત મતદાન જાગૃતિ સંદર્ભે સઘન કામગીરી કરવાના હેતુસર અનુદાનિત અને બિનઅનુદાનિત ૧૩૩ શાળાઓના સંચાલકો સાથે MOU કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ૬૫૦થી વધુ કાર્યવાહકો જોડાયા હતા અને મતદાન જાગૃતિની પ્રવૃત્તિને વેગવંતી બનાવવા અને વધુને વધુ નાગરિકોને અવશ્ય મતદાન કરવા માટે પ્રેરવા માટે તૈયારી બતાવી હતી. કાર્યક્રમ અંતર્ગત નાગરિકોને તેમના મતદાનનું મહત્વ સમજાવવા અને લોકશાહીના પર્વમાં સહભાગી બનાવવા માટે વિવિધ કાર્યક્રમોના આયોજનો સંદર્ભે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

આ કાર્યક્રમ અંતર્ગત આગામી તારીખ 22,23 એપ્રિલના રોજ વધુ 600 શાળાઓ સાથે મતદાન જાગૃતિ સંદર્ભે MOU કરવામાં આવશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleશ્રમયોગીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે મતદાનના દિવસે રજા આપવા શ્રમ આયુક્તની કચેરીની સૂચના
Next articleBRTS, AMTS તથા GSRTCની બસોમાં ગુંજ્યો ‘મતદાન જાગૃતિ’ અભિયાનનો નાદ