ફેટલ ડેથ થતાં હોય તેવા બ્લેક સ્પોટ્સની જોઈન્ટ વિઝિટ કરવા તાકીદ કરાઈ
માર્ગ સલામતી માટે રાષ્ટ્રીય સંસ્થાઓના સંકલનમાં રહીને વર્કશોપ યોજવા જિલ્લા વિકાસ અધિકારીશ્રીનું સૂચન
(જી.એન.એસ)તા.૨૧
અમદાવાદ,
અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિદેહ ખરેના અધ્યક્ષસ્થાને જિલ્લા રોડ સેફ્ટી કમિટીની બેઠક કલેકટર કચેરી ખાતે યોજાઈ હતી. જિલ્લા રોડ સેફ્ટી કમિટીની બેઠકમાં જિલ્લામાં માર્ગ સલામતીની સ્થિતિ અંગે સમીક્ષા કરવામાં આવી હતી. જિલ્લામાં ઘાતક અકસ્માતો વારંવાર સર્જાતા હોય, એવા બ્લેક સ્પોટ્સ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આવી જગ્યાઓ પર યોગ્ય સૂચનો – ચેતવણીઓનાં બોર્ડ લગાવવાં, એન્જિનિયરિંગ ક્ષતિઓ સુધારવી, તથા અકસ્માત નિવારણ માટે જરૂરી તમામ પગલાં લેવા અંગે સૂચનો કરવામાં આવ્યાં હતાં. આવા બ્લેક સ્પોટ્સની સમસ્યા નિવારવા સંબંધિત એજન્સીઓની જોઇન્ટ વિઝિટ કરવા પણ તાકીદ કરવામાં આવી હતી.
આ બેઠકમાં સગીર દ્વારા વાહન ચલાવવા બાબતે પણ ચર્ચા કરવામાં આવી હતી. શાળાઓમાં જાગૃતિની સાથે સાથે આ જોખમી પ્રવૃત્તિ વિરુદ્ધ ઝૂંબેશ ચલાવવા અંગે પણ વિચારણા કરવામાં આવી હતી. જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિદેહ ખરેએ માર્ગ સલામતીની રાષ્ટ્રીય સ્તરની સંસ્થાઓના સંકલનમાં રહીને વર્કશોપ યોજવા પણ સૂચન કર્યું હતું. આ બેઠકમાં અમદાવાદ જિલ્લા આરટીઓ શ્રી જે.જે. પટેલ, રોડ સેફટી કાઉન્સિલના સભ્યો, ટ્રાફિક પોલીસ, માર્ગ સલામતી તજ્જ્ઞો તથા હાઈ-વે ઑથોરિટી સહિતની સંબંધિત કચેરીના અધિકારીશ્રીઓ અને પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.