Home ગુજરાત જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષ સ્થાને રાઈટ્સ ઓફ પર્સન્સ વિથ ડિસેબિલિટીઝ એક્ટ અન્વયે જિલ્લા...

જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષ સ્થાને રાઈટ્સ ઓફ પર્સન્સ વિથ ડિસેબિલિટીઝ એક્ટ અન્વયે જિલ્લા સમિતિની બેઠક યોજાઈ

28
0

દિવ્યાંગ કલ્યાણકારી યોજનાઓના લાભ પાત્રતા ધરાવતા તમામ લાભાર્થી સુધી પહોંચાડી સો ટકા લક્ષ્યસિદ્ધિ સાધવા કલેક્ટરશ્રીનો અનુરોધ

(જી.એન.એસ),તા.૨૪

ગાંધીનગર,

ગાંધીનગર જિલ્લા કલેકટર શ્રી હિતેશ કોયાના અધ્યક્ષ સ્થાને રાઈટ્સ ઓફ પર્સન્સ વિથ ડિસેબિલિટીઝ એક્ટ- 2016 અન્વયે જિલ્લા કક્ષાની સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રીએ દિવ્યાંગ કલ્યાણકારી યોજનાઓના લાભ પાત્રતા ધરાવતા તમામ લાભાર્થી સુધી પહોંચાડી સો ટકા લક્ષ્ય સિદ્ધિ સાધવા અનુરોધ કર્યો હતો. આ બેઠકમાં સમિતિના સભ્ય સચિવ અને જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રી સંજયભાઈ દેસાઈએ વિવિધ પ્રકારની દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગો માટેની દિવ્યાંગ કલ્યાણકારી યોજના અંતર્ગત થયેલી કામગીરી પ્રસ્તુત કરી હતી. જેમાં દિવ્યાંગ વ્યક્તિઓ માટે એસ.ટી. બસમાં વિનામૂલ્યે મુસાફરી સંદર્ભે ચારેય તાલુકાના મળે કુલ 10,230 લાભાર્થીને આવરી લેવાયા હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત શારીરિક દિવ્યાંગ વ્યક્તિને કૃત્રિમ અવયવો, ટ્રાઈસિકલ વ્હીલ ચેર હિયરિંગ એડ, સ્વરોજગારીના સાધનો, સંગીતના સાધનો જેવી સહાય માટે સપ્ટેમ્બર 2023 અંતીત 118 દિવ્યાંગ લાભાર્થીઓને સાધન સહાયનું વિતરણ કરાયું હોવાનું જણાવ્યું હતું. આ સિવાય ઇન્દિરા ગાંધી નેશનલ ડીસેબિલિટી પેન્શન સ્કીમ, સંત સુરદાસ યોજના, દિવ્યાંગ લગ્ન સહાય જેવી યોજનાઓની કાર્યસિદ્ધિ ઉપરાંત દિવ્યાંગ શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત સપ્ટેમ્બર 2023 અંતિત 251 વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ સહાય આપવામાં આવી હોવાનું પણ જણાવાયું હતું. આ બેઠકમાં મનોદિવ્યાંગ વ્યક્તિઓને આર્થિક સહાય જેવી કલ્યાણ યોજનાઓને  પણ આવરી લેવામાં આવી હતી તેમજ દિવ્યાંગોને આપવામાં આવતા યુનિક ડિસેબલ આઇડી કાર્ડ અંગે પણ માહિતી આપવામાં આવી હતી. આ તકે જુવેનાઇલ જસ્ટિસ એન્ડ પ્રોટેક્શન એક્ટ હેઠળ કરવામાં આવેલી કામગીરીની પણ પ્રસ્તુતિ કરવામાં આવી હતી.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી સુરભી ગૌતમ સહિત સંબંધિત જિલ્લા અધિકારીશ્રીઓ તેમજ વિવિધ સંસ્થાના પ્રતિનિધિશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field