Home ગુજરાત જિલ્લા કલેકટરશ્રીની સૂચનાથી કલોલમાં આરોગ્ય તંત્ર દ્વારા સર્વેલન્સની કામગીરી સઘન બનાવાઈ:- 42...

જિલ્લા કલેકટરશ્રીની સૂચનાથી કલોલમાં આરોગ્ય તંત્ર દ્વારા સર્વેલન્સની કામગીરી સઘન બનાવાઈ:- 42 આરોગ્ય ટીમો દ્વારા 2485 ઘરોનો સર્વે કરાયા

31
0

– 6 દર્દીઓને રજા અપાઈ:- હાલ હોસ્પિટલમાં પાંચ દર્દી સારવાર લઈ રહ્યા છે

– આરોગ્યની ટીમ દ્વારા 11 હજાર જેટલા વ્યક્તિઓનો સર્વે

– કલોલના રહીશોને ઉકાળેલું પાણી પીવા અને વારંવાર હાથ ધોવા માટે અપીલ કરતું આરોગ્ય તંત્ર

(જી.એન.એસ),તા.૦૩

કલોલ,

કલોલ શહેરના પૂર્વ વિસ્તારમાં ઝાડા ઉલટીના કેસો સંદર્ભે આજે આરોગ્ય તંત્ર દ્વારા સર્વેની સઘન કામગીરી હાથ ધરવામાં આવી હતી. તે અનુસાર 42 આરોગ્યની ટીમો દ્વારા 2485 જેટલા ઘરોમાં 11 હજારથી વધુ નાગરિકોનો સર્વે કરાયો હતો. 

કલોલ શહેરના પૂર્વ વિસ્તારમાં ઝાડા ઉલટીના કેસો ધ્યાનમાં આવતા  જિલ્લા કલેકટર શ્રી મેહુલ દવેએ આરોગ્ય તંત્ર સાથે તાત્કાલિક બેઠક યોજી હતી. કલેકટરશ્રીએ જિલ્લા આરોગ્ય તંત્રને તાત્કાલિક ઘોરણે આરોગ્યલક્ષી સેવા વઘુ ઝડપી બનાવી અને સર્વેલેન્સની કામગીરી કરવા માટે સૂચના આપી હતી. કલેકટરશ્રીની સૂચના પગલે આજરોજ ગાંધીનગર જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા કલોલ પૂર્વ વિસ્તારમાં સર્વેલન્સની કામગીરી સઘન બનાવી હતી. અને  એક સાથે 42 આરોગ્યની ટીમ કામે લાગી હતી. ટીમો દ્વારા 2485 ઘરોનો સર્વે કરવામાં આવ્યો હતો. 11,079 નાગરિકોની આરોગ્યની તપાસ કરી હતી. આરોગ્યની ટીમની તપાસ દરમ્યાન 16 ઝાડા ઉલટીના કેસો નોંધાયા હતા. દરમિયાન કલોલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા પૈકી છ દર્દીઓને રજા આપવામાં આવી છે, જ્યારે સારવાર લઈ રહેલા પાંચ દર્દીની તબિયત સુધારા ઉપર છે.

આજે પણ અસરગ્રસ્ત વિસ્તારમાં કલોરિનની ગોળીઓ અને ઓઆરએસ વિતરણ કરવામાં આવ્યું છે. તેમજ સ્થાનિક રહીશોને લોકોને ઉકાળેલું પાણી પીવાનું અને વારંવાર હાથ ઘોવા માટે આરોગ્ય તંત્ર દ્વારા સમજ આપવામાં આવી છે. આરોગ્ય તંત્ર દ્વારા આગામી દિવસોમાં પણ સઘન સર્વેલન્સ ની કામગીરી ચાલુ રાખવામાં આવનાર છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઆણંદ જિલ્લામાં સરકારના વિવિધ વિભાગોના કુલ ₹106 કરોડના વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરતા મુખ્ય મંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ
Next articleદૈનિક રાશિફળ (તા.૦૫-૦૩-૨૦૨૪)