Home ગુજરાત જિલ્લા કલેકટરશ્રીની સૂચનાથી કલોલ પૂર્વ વિસ્તારમાં આરોગ્ય તંત્ર દ્વારા સઘન સર્વેલન્સની કામગીરી:-...

જિલ્લા કલેકટરશ્રીની સૂચનાથી કલોલ પૂર્વ વિસ્તારમાં આરોગ્ય તંત્ર દ્વારા સઘન સર્વેલન્સની કામગીરી:- ૩૬ આરોગ્ય ટીમો દ્વારા ૧૮૮૦ ઘરોનો સર્વે કરાયો

25
0

આરોગ્યની ટીમ દ્વારા ૯ હજાર જેટલા વ્યક્તિઓનો સર્વે

કલોલના રહીશોને ઉકાળેલું પાણી પીવાનું અને વારંવાર હાથ ઘોવા માટે અપીલ કરતું આરોગ્ય તંત્ર

(જી.એન.એસ),તા.02

ગાંધીનગર,

કલોલ શહેરના પૂર્વ વિસ્તારમાં ઝાડા ઉલટીના કેસો નોંઘતા આજે આરોગ્ય તંત્ર દ્વારા સર્વેની કામગીરી હાથ ઘરવામાં આવી હતી. ૩૬ આરોગ્યની ટીમો દ્વારા ૧૮૮૦ જેટલા ઘરોમાં રહેતા ૯ હજાર જેટલા નાગરિકોનો સર્વે કરાયો હતો. 

કલોલ શહેરના પૂર્વ વિસ્તારમાં ઝાડા ઉલટીના કેસો ધ્યાનમાં આવતા ગઇકાલે જિલ્લા કલેકટર શ્રી મેહુલ દવેએ આ વિસ્તારની મુલાકાત લીઘી હતી. આરોગ્ય તંત્ર સાથે તાત્કાલિક બેઠક યોજી હતી. કલેકટરશ્રીએ જિલ્લા આરોગ્ય તંત્રને તાત્કાલિક ઘોરણે આરોગ્યલક્ષી સેવા વઘુ ઝડપી બનાવી અને સર્વેલેન્સની કામગીરી કરવા માટે સૂચના આપી હતી. કલેકટરશ્રીની સૂચના પગલે ગાંધીનગર જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા કલોલ પૂર્વ વિસ્તારમાં સર્વેલન્સની કામગીરી સઘન બનાવી હતી. અને  એક સાથે ૩૬ આરોગ્યની ટીમ કામે લાગી હતી. ટીમો દ્વારા ૧૮૮૦ ઘરોનો સર્વે કરવામાં આવ્યો હતો. ૮,૮૫૮ નાગરિકોની આરોગ્યની તપાસ કરી હતી. આરોગ્યની ટીમની તપાસ દરમ્યાન ૩૧ ઝાડા ઉલટીના કેસો નોંઘાયા હતા.

સર્વે દરમ્યાન મળી આવેલ નવા ૯ દર્દીઓને સામૂહિક આરોગ્ય કેન્દ્ર, કલોલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. ૨ દર્દીઓને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા છે. આમ હાલમાં ૨૪ દર્દીઓ સારવાર હેઠળ છે. તાલુકા હેલ્થ ઓફિસર, કલોલના જણાવ્યા અનુસાર શ્યામ હાઇટૂસની બાજુમાં પાણીની પાઇપાલઇનનું નવું લીકેજ જોવા મળતા તેની મરામત કરવાની કામગીરી હાથ ઘરવામાં આવી છે.  કુલ દાખલ થયેલા દર્દીઓમાંથી ૪ નું સ્ટુલ સેમ્પલ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યું છે. પાણીના ૭ સેમ્પલ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. આ વિસ્તારની સોસાયટીમાં તમામ લોકોનો સર્વે કરવામાં આવ્યો છે. કલોરિનની ગોળીઓ અને ઓઆરએસ વિતરણ કરવામાં આવ્યું છે. તેમજ સ્થાનિક રહીશોને લોકોને ઉકાળેલું પાણી પીવાનું અને વારંવાર હાથ ઘોવા માટે આરોગ્ય તંત્ર દ્વારા સમજ આપવામાં આવી છે. આરોગ્ય તંત્ર દ્વારા આગામી દિવસોમાં પણ સઘન સર્વેલન્સ ની કામગીરી ચાલુ રાખવામાં આવનાર છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleરાષ્ટ્રપતિ ભવનનનું અમૃત ઉદ્યાન 31 માર્ચ, 2024 સુધી સાંજે 5 વાગ્યાની બદલે સાંજે 6 વાગ્યા સુધી મુલાકાત માટે ખુલ્લું રેહશે
Next articleમુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યના યાત્રાધામ અને તીર્થ સ્થાનોનો થયો સર્વાંગી વિકાસ