Home દેશ - NATIONAL જિયોએ ૫જી કવરેજનું ૧ હજાર શહેરોમાં આયોજન પૂર્ણ કર્યું

જિયોએ ૫જી કવરેજનું ૧ હજાર શહેરોમાં આયોજન પૂર્ણ કર્યું

55
0

(જી.એન.એસ),તા.૧૦
નવીદિલ્હી


દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની જિયોએ ટોચના ૧,૦૦૦ શહેરોમાં ૫ય્ કવરેજનું આયોજન પૂર્ણ કરી લીધું છે અને દેશમાં જ વિકસાવવામાં આવેલા ૫ય્ ટેલીકોમ સાધનોની ફિલ્ડ ટ્રાયલ હાથ ધરવામાં આવી છે, તેમ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે તેના વાર્ષિક અહેવાલમાં જણાવ્યું છે. અહેવાલમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે (ઇૈંન્) જણાવ્યું હતું કે જિયોએ તેની ૧૦૦ ટકા સ્વદેશી ટેક્નોલોજી સાથે ૫ય્ લોન્ચ કરવા માટે તૈયાર થવામાં વર્ષ ૨૦૨૧-૨૨ દરમિયાન વિશાળ સ્તરનાં પગલાં લીધાં હતાં. તાજેતરમાં પૂર્ણ થયેલી ૫ય્ સ્પેક્ટ્રમની હરાજીમાં કંપનીએ સૌથી મોટી બોલી લગાવી હતી. પહેલી ઓગસ્ટ (સોમવારે)ના રોજ પૂર્ણ થયેલી ટેલીકોમ સ્પેક્ટ્રમની ભારતની અત્યાર સુધીની સૌથી મોટી હરાજીમાં ૧.૫ લાખ કરોડ રૂપિયાની વિક્રમી બીડ મળી હતી, જેમાં વેચાયેલી તમામ એરવેવ્સમાંથી મુકેશ અંબાણીની જિયોએ લગભગ અડધી એરવેવ્ઝ મેળવી હતી. ૭ ઓગસ્ટના રોજ બહાર પાડવામાં આવેલા અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, “જિયોનું ૫ય્ કવરેજ આયોજન ટોચના ૧,૦૦૦ શહેરોમાં લક્ષ્યાંકિત ગ્રાહક વપરાશ અને આવકની સંભવિતતાના આધારે પૂર્ણ કરવામાં આવ્યું છે.” રિલાયન્સ જિયો ટોચની બીડર હતી અને તેણે ૪ય્ કરતાં લગભગ ૧૦ ગણી ઝડપી, લેગ-ફ્રી કનેક્ટિવિટી ઓફર કરવા સક્ષમ પાંચ બેન્ડમાં ૨૪,૭૪૦ સ્ૐડ એરવેવ્સ માટે શ્ ૮૮,૦૭૮ કરોડની કુલ બોલી લગાવી હતી અને આ એરવેવ્ઝ થકી જિયો અબજાે કનેક્ટેડ ઉપકરણોને રિયલ ટાઇમ ડેટા શેર કરવા સક્ષમ કરી શકે છે. જિયોએ બહુચર્ચિત ૭૦૦ સ્ૐડ સ્પેક્ટ્રમ પણ હસ્તગત કર્યું છે, જે એક ટાવર સાથે ૬-૧૦ કિલોમીટરની સિગ્નલ રેન્જ પૂરી પાડી શકે છે અને દેશના તમામ ૨૨ સર્કલ અથવા ઝોનમાં પાંચમી પેઢીની (૫ય્) સેવાઓ પ્રદાન કરવા માટે મજબૂત આધાર તૈયાર કરી લીધો છે. જિયોએ ૬ય્માં સંશોધન અને સ્ટાન્ડર્ડાઇઝેશનને વેગ આપવા માટે – વિશ્વના પ્રથમ મોટા ૬ય્ સંશોધન કાર્યક્રમના અગ્રણી એવી ફિનલેન્ડની ઓલુ યુનિવર્સિટી સાથે પણ હાથ મિલાવ્યા છે. કંપનીએ ઓગમેન્ટેડ રિયાલિટી, વર્ચ્યુઅલ રિયાલિટી, લો-લેટન્સી ક્લાઉડ ગેમિંગ, નેટવર્ક સ્લાઇસિંગ અને વીડિયો ડિલિવરી, ટીવી સ્ટ્રીમિંગ, કનેક્ટેડ હોસ્પિટલ્સ અને ઇન્ડસ્ટ્રિયલ એપ્લિકેશન્સ માટે મલ્ટી-ટેનન્સીથી લઈને ૫ય્ ઉપયોગના આયામોના સક્રિય ટ્રાયલ હાથ ધર્યા છે. ટેલિકોમ વિભાગના જણાવ્યા અનુસાર, ૫ય્ ટેક્નોલોજી ૪ય્ કરતા ૧૦ ગણી વધુ સારી ડાઉનલોડ સ્પીડ અને ત્રણ ગણી વધારે સ્પેક્ટ્રમ કાર્યક્ષમતા પ્રદાન કરે તેવી અપેક્ષા છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસરકારે મેંદા અને સુજીની નિકાસ પર અંકુશ નિયંત્રણ મુક્યા
Next articleપુલવામાં સુરક્ષા દળોએ ૩૦ કિલો આઈઈડી ડિફ્યૂઝ કર્યો