Home મધ્ય ગુજરાત અમદાવાદ જામીન ઉપર છૂટી ફરાર આરોપી એ જેલ સિપાહી ઉપર જીવલેણ હુમલો અને...

જામીન ઉપર છૂટી ફરાર આરોપી એ જેલ સિપાહી ઉપર જીવલેણ હુમલો અને લૂંટ કરતા આરોપી ની પોલીસે કરી ધરપકડ

18
0

(જી.એન.એસ) તા. 2

અમદાવાદ,

અમદાવાદ શહેરના રાણીપ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ અમદાવાદ સાબરમતી સેન્ટ્રલ જેલ ખાતે જેલ સહાયક તરીકે ફરજ બજાવતા અશોકભાઈ માવજીભાઈ ચૌધરીને તા. 23.10.2023 ના રોજ અગાઉ જેલમાં રહેલા આરોપીઓ રહીશખાન નાશિરખાન પઠાણ ફુરકાન નાશિરખાન પઠાણ તથા તેમની સાથે આવેલ બે અન્ય ઈસમો દ્વારા કાવતરું રચી, ફરિયાદીની રેકી કરી, કેમ મારા ભાઈને જેલમાં હેરાન કરો છો ? તેમ કહી, બોલા ચાલી ઝઘડો તકરાર કરી, ફરિયાદીને જેમ ફાવે તેમ ગંદી ગાળો બોલી, શરીરે ગડદા પાટુંનો માર મારી, આરોપી રઈશ ખાન પઠાણે પોતાના પાસે રહેલ છરી ગરદન ઉપર મારવા જતા, ડાબો હાથ વચ્ચે આવતા ટચલી આંગળી ઉપર છરીનો ઘા મારી, ફરિયાદીના શર્ટના ખિસ્સામાં થી વીવો કંપનીનો બ્લુ કલર મોબાઇલ તથા મોબાઈલ કવરમાં રહેલ રૂ.3,000/- મળી, કુલ રૂ.17,000 ની લૂંટ કરી નાસી ગયેલ હતા. જે બાબતની ફરિયાદ કરતા, રાણીપ પોલીસ સ્ટેશનની પોલીસ ટીમ દ્વારા તપાસ હાથ ધરી, આ ગુનામાં સંડોવાયેલ આરોપીઓ (1) રઈશ ખાન નાસીર ખાન પઠાણ તથા (2) કુરકાંન નાસિર ખાન પઠાણ અમદાવાદ શહેરને જે તે વખતે અટક કરવામાં આવેલ હતા,

આ ગુન્હામાં પકડાયેલ આરોપીઓ (1) રઈશ ખાન નાસીર ખાન પઠાણ તથા (2) કુરકાંન નાસિર ખાન પઠાણની પૂછપરછ દરમિયાન વટવા વિસ્તારના કુખ્યાત આરોપી આમાનખાન ઉર્ફે રાજા પઠાણની સંડોવણી ખુલવા પામેલ હતી. જ્યારથી આ ગુનામાં આરોપી આમાન ખાન ઉર્ફે રાજા પઠાણનું નામ ખૂલેલ ત્યારથી નાસી ગયેલ હતો અને પોલીસ દ્વારા જ્યારે જ્યારે તપાસ કરવામાં આવે ત્યારે મળી આવતો ન હતો અને પોતાની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા/વોન્ટેડ આરોપી હતો,

હાલમાં લોકસભાની ચૂંટણી અનુસંધાને અમદાવાદ શહેરના મા.પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલિક, સ્પેશિયલ મા.પોલીસ કમિશનર સેક્ટર 2 બ્રજેશકુમાર ઝા તથા ઝોન 06 ના મા.નાયબ પોલીસ કમિશનર રવિ મોહન સૈની દ્વારા ભૂતકાળના ગુનાઓમાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડવા માટે ખાસ ઝુંબેશ રાખવામાં આવેલ હોય તમામ પોલીસ અધિકારીઓને નાસતા ફરતા વોન્ટેડ આરોપીઓને પકડી પાડવા માટે સૂચના કરવામાં આવેલ,

નાસતા ફરતા/વોન્ટેડ આરોપીઓને પકડી પાડવાની ખાસ ઝુંબેશના ભાગરૂપે અમદાવાદ શહેર જે ડિવિઝન એસીપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ વટવા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કુલદીપ ગઢવી, ડી સ્ટાફના પીએસઆઇ કે.ડી.પટેલ તથા સ્ટાફના હે.કો.અશોકભાઈ, પો.કો.દિલીપ ભાઈ, સહિતની પોલીસ ટીમ દ્વારા મળેલ બાતમી આધારે આ ગુનાના કામે વોન્ટેડ આરોપી આમાનખાન ઉર્ફે રાજા અસલમ ખાન પઠાણ ઉંવ. 24 રહે. દરબાર નગર, નવાપુરા, વટવા, અમદાવાદને પકડી પાડી, ધરપકડ કરવામાં આવેલ છે,

પકડાયેલ આરોપી આમાનખાન ઉર્ફે રાજા અસલમ ખાન પઠાણની પૂછપરછ કરવામાં આવતા, પકડાયેલા આરોપી રાણીપ પોલીસ સ્ટેશન ખાતેના ખૂનના ગુન્હામાં આરોપી ફુરકાનખાન પઠાણનો મિત્ર થાય છે અને બંને સાથે જેલમાં હોય, તે સમયે જેલ સિપાઈ તેને હેરાન કરતા હોવાથી, તા.16.09.2023 ના રોજ દિન 15 ના વચગાળાના જામીન ઉપર છૂટી, ફરાર થઈ ગયેલ અને હાલ પકડાયેલા આરોપી આમાન ખાન ઉર્ફે રાજા તથા તેના અન્ય મિત્રો સાથે જેલ સિપાઈ જેલની બહાર આવે ત્યારે માર મારવાનો પ્લાન બનાવેલ અને તા. 23.10.2023 ના રોજ સાંજના સમયે ફુરકાન પઠાણ તથા આમાન ખાન ઉર્ફે રાજા તથા અન્ય સહ આરોપીઓએ ભેગા મળી સાબરમતી જેલની બહાર જેલ સિપાહી ઉપર છરીથી ગળાના ભાગે હુમલો કરી અને મોબાઈલ તેમજ રૂ. 3,000/- રોકડની લૂંટ કરેલ હતી જે અંગે રાણીપ પોલીસ સ્ટેશન ખાતે ઉપરોક્ત ગુનો દાખલ થયેલ હતો,

પકડાયેલ આરોપી અમદાવાદ રૂરલના અસલાલી પોલીસ સ્ટેશનના ગુનામાં પણ ઘણા સમયથી વોન્ટેડ હોવાનું પણ પોલીસ તપાસમાં વિગતો ખુલેલ છે પકડાયેલ આરોપી આમાન ખાન પઠાણ ઉર્ફે રાજા અમદાવાદ રૂરલ ના અસલાલી પોલીસ સ્ટેશનના પ્રોહિબિશન ના ગુન્હામાં તેમજ અમદાવાદ શહેરના રાણીપ પોલીસ સ્ટેશનના જેલ સિપાઈ ઉપર હુમલો કરી, લૂંટના ગુન્હામાં છેલ્લા છ મહિનાથી વોન્ટેડ આંતર જિલ્લા આરોપી છે, પકડાયેલ આરોપી ભૂતકાળમાં હત્યા ની કોશિશ, મારામારી, બળાત્કાર, વિદેશી દારૂ, ધમકી, વિગેરે સહિતના બાર (12) ગુન્હામાં વટવા પોલીસ સ્ટેશન તથા કારંજ પોલીસ સ્ટેશન ખાતે પકડાયેલ છે.

આ બાબતે વટવા પોલીસ સ્ટેશનના પીઆઈ કુલદીપ ગઢવી, ડી સ્ટાફના પીએસઆઇ કે.ડી.પટેલ તથા સ્ટાફની ટીમ દ્વારા પકડાયેલ આરોપીનો કબજો રાણીપ પોલીસ સ્ટેશન તથા અસલાલી પોલીસ સ્ટેશનને સોંપવા તજવીજ હાથ ધરવામાં આવેલ છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા કુડાસણની શ્રીફળ હાઇટ્સ ફલેટ ખાતે મતદાન જાગૃત્તિના કાર્યક્રમનું આયોજન કરાયું
Next articleકામદારોની પગારચિઠ્ઠીમાં ‘મારો મત, મારો અધિકાર, મતદાન મારી જવાબદારી’ સૂત્ર છપાશે, ઉદ્યોગગૃહો અને સંસ્થાઓ પાસેથી મતદાન માટે સવેતન રજા આપવાની બાહેધરી મેળવાઈ