Home ગુજરાત જામનગર ABVP દ્વારા GPSC તથા પંચાયતી વર્ગની પરીક્ષા એક જ તારીખે હોવાથી...

જામનગર ABVP દ્વારા GPSC તથા પંચાયતી વર્ગની પરીક્ષા એક જ તારીખે હોવાથી તારીખ ફેરબદલ કરવા રજૂઆત કરી

23
0

GPSC તથા પંચાયતી વર્ગની પરીક્ષા એક જ તારીખે હોવાથી તારીખ ફેરબદલ કરવા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ જામનગર દ્વારા કલેક્ટર મારફતે મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યું છે કે, તા. 08-01-2023ના રોજ GPSC વર્ગ 1 અને 2 તથા પંચાયતી વર્ગ જુનિયર ક્લાર્કની પરીક્ષાઓ એક જ તારીખે આવે છે.

આ સાથે GPSC વર્ગ -2 (સિવિલ ઈજનેર) અને પંચાયતી વિભાગની તલાટી કમ મંત્રી વર્ગ-3 ની પરીક્ષાઓ તા.29-01-2023 એક જ તારીખે આયોજિત છે. આ બંને પરીક્ષાઓ આપવા માટે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઈચ્છુક છે, પરંતુ એક જ તારીખના કારણે કોઇ એક પરીક્ષા તેમણે છોડવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.

આથી પરીક્ષાની તારીખમાં ફેરબદલ કરવા માંગણી કરાઇ છે. જેથી વિદ્યાર્થીઓ બન્ને પરીક્ષામાં હાજર રહી શકે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરીષદના જામનગરના નગરમંત્રી ઋત્વિક પટેલ સહિતના કાર્યકરો દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleભાવનગરની નિલમબાગ પોલીસે ફાઇનાન્સ કંપનીની ઓફીસમાં ચોરી કરનાર શખ્સને દબોચ્યો
Next articleગુજરાતી સાહિત્ય પરિષદના જ્ઞાન સત્રમાં ભાવનગરની નંદકુંવરબા મહિલા કૉલેજની 19 વિદ્યાર્થિનીઓએ લીધો ભાગ