રાજકોટ-જામનગર હાઈવે પર ધ્રોલથી 18 કિલોમીટર દૂર આવેલા હોટલ નજીકના માર્ગ પર પૂરઝડપે બેદરકારીપૂર્વક આવતી ઓડી કારના ચાલકે બાઈક સવારને ઠોકર મારી અડફેટ લેતા યુવાનનું મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે અકસ્માત બાદ કારચાલક તેની કાર મૂકીને નાસી છૂટ્યો હતો. હિટ એન્ડ રનના બનાવની મળતી માહિતી મુજબ, પડધરી તાલુકાના ખામટા ગામમાં રહેતા મુકેશ મનસુખભાઈ આશીયાણી નામનો યુવાન રાત્રિના સમયે પોતાની (જીજે-03-એચએફ-8980) નંબરના બાઈક પર જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ફીનોટેક્સ કંપનીમાં જવાના રસ્તા પાસેથી પસાર થઇ રહ્યો હતો,
ત્યારે પૂરઝડપે બેદરકારીપૂર્વક આવતી (જીજે-03-ડીક્યુ-5999) નંબરની ઓડી કારના ચાલકે તેની ઓડી કાર પૂરપાટ ઝડપે બેદરકારીથી ચલાવી બાઈક સવારને ઠોકર મારી અડફેટે લઈ પછાડી દેતા યુવાનને શરીર અને માથાના ભાગમાં ગંભીર ઈજા પહોંચતા ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું, તેમજ અકસ્માતના બનાવવામાં મોત નિપજતાં ઓડી કારનો ચાલક તેની કાર ઘટનાસ્થળે મૂકીને રાત્રિના અંધારાનો લાભ લઈને નાસી છૂટ્યો હતો.
બનાવની જાણ થતાં જ ધ્રોલના પીએસઆઇ પીજી પનારા તથા સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને સ્થળ પરથી જ મૃતદેહનો કબજો સંભાળી મૃતકના પરિવારોજનોને જાણ કરી હતી. પોલીસ મૃતકના ભાઈ હિતેશના નિવેદનના આધારે ઓડી કારના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.