જામનગર મેડિકલ કોલેજ ખાતે 11 હોસ્ટેલ કાર્યરત: ૧૯૯૬ વિદ્યાર્થીઓ હાલ લાભ લઇ રહ્યા છે
આગામી સમયમાં રૂ.૮૬૪.૧૭ કરોડના કામોનું આયોજન
રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે, જામનગર મેડિકલ કોલેજ ખાતે રૂ.૧૩૦ કરોડના ખર્ચે યુ.જી. અને પી.જી. હોસ્ટેલના કામો પ્રગતિ હેઠળ છે.
(જી.એન.એસ),તા.૨૯
ગાંધીનગર/જામનગર,
વિધાનસભા ગૃહમાં જામનગર કોલેજ ખાતે નવી યુ.જી હોસ્ટેલના પ્રશ્નોના પ્રત્યુતર મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, જામનગર એમ.પી. શાહ મેડિકલ કોલેજ ખાતે હાલ ૧૧ હોસ્ટેલ કાર્યરત છે જેમાં ૧૯૯૬ જેટલા યુ.જી. અને પી.જી. ના વિદ્યાર્થીઓને સુવિધાઓ આપવામાં આવી રહી છે. હોસ્ટેલ ખાતે મેસ, જીમખાના,પ્લે ગ્રાઉન્ડ, સ્ટડી રૂમ, કમ્પ્યુટરની સુવિધાઓ ઉપલબ્ધ છે.
જામનગર ખાતે સુપર સ્પેશિયાલિટી સારવાર અંગેના પુરક પ્રશ્નના પ્રત્યુત્તર તેમણે કહ્યું કે, જામનગર ખાતે ડેન્ટલ કોલેજના બાંધકામના કામો પ્રગતિ હેઠળ છે. આ ઉપરાંત જામનગર મેડિકલ કોલેજમાં રૂ. ૮૬૪.૧૭ કરોડના ખર્ચે વિવીધ વિકાસ કામોનું આયોજન કરાયું છે જેમાં હોસ્ટેલ સુવિધાના કામો હાથ ધરાશે અને આશરે 700થી વધુ વિદ્યાર્થીઓને લાભ મળશે તેમ તેમણે ઉમેર્યું હતું.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.