જામનગર મહાનગરપાલિકા દ્વારા વિવિધ દુકાન ધારકો પાસેથી સ્વાસ્થ્ય તેમજ પર્યાવરણને નુકસાનકારક પ્રતિબંધિત પ્લાસ્ટિકની જપ્તીની કામગીરી હાથ ધરવામાં આવી હતી. શહેરના ઝોન વિસ્તારમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્તીકરણની કામગીરી કરવામાં આવી હતી. જામનગર મહાનગરપાલિકાના કમિશનર વિજયકુમાર ખરાડી, નાયબ કમિશનર ભાવેશભાઇ જાની, સોલિડ વેસ્ટ વિભાગના કાર્યપાલક ઇજનેર મુકેશભાઇ વરણવાના માર્ગદર્શન મુજબ શહેરના વિવિધ વિસ્તારોમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકની જપ્તીકરણ કામગીરી દુકાન ધારકો પાસેથી કરવામાં આવી હતી.
શહેરમાં આવેલ ચાર ઝોન વાઇસ કામગીરી સોલિડ વેસ્ટ વિભાગના કર્મચારીઓએ કરી હતી. જેમાં 21 દુકાન ધારકો પાસેથી કુલ 20 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરી રૂપિયા 10050 વહિવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર કામગીરી સોલિડ વેસ્ટ વિભાગના કર્મચારીઓએ કરી હતી.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.