Home ગુજરાત જામનગર મહાનગરપાલિકા દ્વારા નિર્મિત આવાસ યોજનાની સાઈટની ગાંધીનગરની ટીમે કરી વિઝીટ

જામનગર મહાનગરપાલિકા દ્વારા નિર્મિત આવાસ યોજનાની સાઈટની ગાંધીનગરની ટીમે કરી વિઝીટ

45
0

જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત બેડી રેલવે ઓવરબ્રિજ પાસેની કામગીરી હાલ પ્રગતિ હેઠળ હોય આ કામગીરી સુવ્યવસ્થિત રીતે પરિપૂર્ણ થાય તે હેતુથી ગાંધીનગરથી ખાસ ટીમે જામનગરની સાઇટ વિઝીટ કરી હતી. આ સમયે પ્રધાનમંત્રી આવાસ યોજનાના એન્જિનિયરો તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

એફોરડેબલ હાઉસિંગ મિશન,ગાંધીનગર કચેરી ના પ્રતિનિધિ અમિતભાઈ પટેલ દ્વારા જામનગર મહાનગરપાલિકા હસ્તકની પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત રે. સ. નંબર.206/1/1પી બેડી રેલ્વે ઓવર બ્રીજ પાસે આવેલ આવાસ યોજના જે ડિસેમ્બર -2022 ના અંત સુધીમાં લોકાર્પણ થનાર છે, તથા હાલ આ કાર્ય પ્રગતિમાં છે તેવી એફ.પી.63,ગોલ્ડન સિટી ની બાજુમાં આવેલ ઈડબ્લ્યુએસ2 પ્રકારના 544 આવાસ યોજનાનુ કામ પ્રગતિમા છે, તેની મુલાકાત લીધેલ છે.આ મુલાકાત દરમિયાન જામનગર મહાનગર પાલિકાની સ્લમ શાખાના સાઈટ ઈજનેર, પીએમસી તથા એજન્સી નો સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleકચ્છમાં સહકારી ખાતરની અછત સર્જાતા ખેડૂતોને હાલાકી
Next articleહેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી દ્વારા આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરાઇ