(જી.એન.એસ) તા. 4
જામનગર,
ફરી એક વાર કોંગ્રેસના નેતા વિવાદ માં આવ્યા છે, જામનગર જિલ્લાની કાલાવડ સરકારી હોસ્પિટલમાં પૂર્વ ધારાસભ્ય પ્રવિણ મુછડિયાની દબંગાઇ સામે આવી છે. જેમાં કોંગ્રેસના નેતા અને પૂર્વ ધારાસભ્યએ રાત્રીના સમયે તબીબ ફરજ પર હાજર ન રહેતા માર માર્યા હોવાની વિગતો સામે આવી છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. કાલાવડ સરકારી હોસ્પિટલમાં રાત્રીના સમયે તબીબ ફરજ પર હાજર ન રહેતા હોવાની અનેક ફરિયાદો સામે આવી હતી. ત્યારે બીજી તરફ રાત્રિના સમયે તબીબ સુઈ જતાના પણ આક્ષેપ કરવામાં આવ્યા હતા. ત્યારે હાજર તબીબ દ્વારા પણ લોકોને ઉડાવ જવાબ મળતાની ફરિયાદ ઉઠતા પૂર્વ ધારાસભ્ય પ્રવીણ મુસડીયા હોસ્પિટલ પહોંચ્યા હતા. અને આ સમગ્ર મામલે ઉશ્કેરાઈ અને હાજર તબીબને માર માર્યો હતો. સીસીટીવીમાં દેખાઇ રહ્યુ છે તે પ્રમાણે, આ સીસીટીવી ફૂટેજ પહેલી ઓગસ્ટના છે અને આ વીડિયો આગની જેમ વાયરલ થઈ રહ્યા છે. ત્યારે જોવાનું રહ્યું કે આ મામલે કોઈ ફરિયાદ થાય છે કે પછી મામલો દબાઈ છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.