(જી.એન.એસ) તા.૨૯
જામનગર,
જામનગરના બ્રાસપાર્ટના એક વેપારી કેટલાક વ્યાજખોરોની ચૂંગાલમાં ફસાયા હતા અને જેણે સાત લાખ રૂપિયા વ્યાજે લીધા બાદ તેનું રાક્ષસી ૨૧ લાખ જેટલું વ્યાજ ચૂકવી દીધું હોવા છતાં તમામ છ વ્યાજખોરો પઠાણી ઉઘરાણી કરતા હોવાથી તમામ સામે પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે. આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં દિગ્વિજય પ્લોટ શેરી નંબર ૫૮, કૃષ્ણ કોલોનીમાં પુષ્પમ એપાર્ટમેન્ટમાં ફ્લેટ નંબર ૩૦૩ માં રહેતા અને બ્રાસપાર્ટનો વ્યવસાય કરતા રાજેશભાઈ નરશીભાઈ કણજારીયા નામના વેપારી યુવાને જામનગરના છ જેટલા વ્યાજખોરો સામે સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં ગેરકાયદે વ્યાજ વસુલી પઠાણી ઉઘરાણી કરી, જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગેની ફરિયાદ નોંધાવી છે. વેપારી યુવાને ગત માર્ચ મહિનામાં પોતાની ધંધાની જરૂરિયાત માટે સૌપ્રથમ અમિત બાબુભાઈ ભાનુશાલી નામના વ્યક્તિ પાસેથી બે લાખ રૂપિયા વ્યાજે લીધા હતા, જેનું અત્યાર સુધીમાં પાંચ લાખ ચાલીસ હજાર જેટલું વ્યાજ ચૂકવી દીધું હોવા છતાં હજુ મુદ્દલ રકમની માંગણી કરી ધાક ધમકી અપાતી હતી. આ ઉપરાંત પ્રકાશભાઈ ભાનુશાલી નામના વ્યક્તિ પાસેથી ૨,૭૫,૦૦૦ વ્યાજે લીધા પછી તેના બદલામાં છ લાખ રૂપિયા ચૂકવી આપ્યા હતા, જયારે વસંતભાઈ ભાનુશાળી પાસેથી એક લાખ રૂપિયા મેળવીને તેની સામે ત્રણ લાખ ૬૦ હજાર જેટલું વ્યાજ ચૂકવી આપ્યું હતું. આ ઉપરાંત શૈલેષભાઈ ઉર્ફે ભીખાભાઈ નામના વ્યક્તિ પાસેથી ૨૫,૦૦૦ રૂપિયા વ્યાજે લીધા બાદ તેનું ૩૨ હજાર રૂપિયા વ્યાજ ચૂકવ્યું હતું, જયારે રવિ મહાજન નામના વ્યક્તિ પાસેથી ૭૦,૦૦૦ રૂપિયા વ્યાજે લીધા બાદ તેનું ૪,૫૦,૦૦૦ જેટલું રાક્ષસી વ્યાજ ચૂકવી આપ્યું હતું, જયારે સુમિતભાઈ ચાંદ્રા પાસેથી ૩૦,૦૦૦ રૂપિયા વ્યાજે લીધા હતા, જેની સામે પણ ૧,૨૦,૦૦૦ જેટલું વ્યાજ ચૂકવી દીધું હોવા છતાં તમામ વ્યક્તિઓ અવારનવાર મુદ્દલ રકમની માંગણી કરી હેરાન પરેશાન કરતા હોવાથી આખરે મામલો સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો. જયાં પોલીસ હેડ કોન્સ્ટેબલ એલ. કે. જાદવે તમામ છ આરોપીઓ સામે આઇપીસી કલમ ૫૦૬-૨ તેમજ મનીલેન્ડર્સ એક્ટ કલમ ૫,૩૯,૪૦ અને ૪૨ મુજબ ગુન્હો નોંધ્યો છે, અને તમામ આરોપીઓને પકડવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.