(જી.એન.એસ) તા.૮
જામનગર,
પત્ની પર ખરાબ નજર નાખનાર એક યુવાન પર 4 શખ્સો લોખંડના પાઈપ અને લાકડાના ધોકા વડે ગંભીર રીતે મારમારીને ઈજાઓ પહોંચાડીને ઘાયલ કરાયો છે. જામનગરના યુવાન પર 4 શખ્સોએ લોખંડના પાઇપ અને લાકડાના ધોકા વડે જીવલેણ હુમલો કરી ઇજા પહોંચાડી હોવાની ઘટના સામે આવી છે. યુવકને ઢોરમાર મારતી આ ઘટના રુવાડા ઉભા કરતાં CCTV પણ સામે આવ્યા છે. આ મામલે 4 શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. યુવકની પત્નીને ફેઝલ હેરાન કરતો હતો આ ઘટના અંગે મળતી માહિતી મુજબ જામનગર શહેરના ગુલાબનગર વિસ્તારમાં રહેતા એક યુવકની પત્નીને ફૈઝલ નામનો શખ્સ ફોન-મેસેજ કરીને હેરાન-પરેશાન કરતો હતો. આ બાબતે યુવકે આવું ન કરવા ફેઝલને ઘણી વાર સમજાવ્યો હતો. જોકે ફેઝલ સુધરવાનું નામ નહોતો લેતો. 4 શખ્સોએ યુવક સાથે બોલાચાલી કરી આમ ફેઝલ અવાર નવાર યુવકની પત્નીને હેરાન કરતો હતો અને બંને વચ્ચે નાનીમોટી બોલચાલ થતી હતી. આ દરમિયાન 2 દિવસ અગાઉ આ યુવક ઉભો હતો ત્યારે ફેઝલ ખેરાણી, કાસમ ખેરાણી, મોહસીન ખેરાણી અને અકરમ ખેરાણી નામના 4 શખ્સો આવ્યા હતા અને યુવક જોડે ઉગ્ર બોલાચાલી કરી હતી. મામલો ઉગ્ર બનતા લોખંડના પાઇપ લઇ તૂટી પડ્યા આ બોલાચાલી બાદ મામલો વધુ ઉગ્ર બનતા આ ચારેય શખ્સો યુવક પર ધોકા-લાકડી અને લોખંડની પાઇપો લઇને તૂટી પડ્યા હતા અને ગણતરીની મિનિટોમાં ઢોરમાર મારીને અધમુવો કરી દીધો હતો. આ દરમિયાન સ્થાનિકોએ વચ્ચે પડીને યુવકને છોડાવ્યો હતો અને હોસ્પિટલ ખસેડ્યો હતો. મારામારીની આ ઘટના સીસીટીવી કેમરામાં પણ કેદ થયો છે. આ બાદ યુવકે હોસ્પિટલના બિછાનેથી આ ચાર શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવતાં પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.