(S.yuLk.yuMk)જામનગર,íkk.29
જામનગરના યુવાનની મંગળવારે રાત્રે હત્યા કરાયેલી લાશ સુભાષબ્રીજ નીચેથી મળી આવ્યા બાદ આરોપીના સગડ મેળવવા એલસીબી ટીમે ચલાવેલી તપાસમાં મૃતક યુવાનના મિત્રએ જ તેનુ ઢીમ ઢાળી દીધાનો ખુલાસો થયો છે. તો ભૂતકાળમાં પોલીસ અરજી કરી હોવાનો ખાર રાખીને યુવાનની હત્યા કર્યાનો પણ ખુલાસો થવા પામ્યો છે.જામનગરના બારદાનવાલા કોમ્પ્લેક્ષમાં રહેતા મોહસીન મામદભાઈ (ઉ.વ.૨૯) નામના યુવાનનો હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યા બાદ સ્થાનિક પોલીસ અને એલસીબી ટીમે યુવાનના હત્યા કેસની તપાસ ચલાવી હતી. યુવાનને ૧૧ જેટલા છરીના ઘા ઝીંકી તેના મૃતદેહને બ્રીજ નીચે ફેંકી દીધાની થીયરી પર એલસીબી ટીમે તપાસ ચલાવી હતી. જેમાં એલસીબી ટીમે મૃતક યુવાનના ભૂતકાળમાં તપાસ ચલાવી તેમજ કોલ ડીટેઇલને આધારે કરેલી તપાસમાં આરોપી વિરેશ્વર ઉર્ફે વીરૂ પ્રકાશસિંગ ચંદ્રવંશી, હાર્દિક રાજેશ મકવાણા અને સાગર દિલીપભાઈ ચૌહાણ તેમજ બે સગીરવયના આરોપી મળીને પાંચ આરોપીને દબોચી લેવામાં આવ્યા હતા અને એલસીબી ટીમની પૂછપરછમાં હત્યાના કારણનો ખુલાસો થયો હતો જેમાં મૃતકના મિત્ર પ્રકાશ વાઘેલાએ આરોપીઓ સામે પોલીસમાં અરજી કરી હતી જે મરણ જનાર યુવાનના કહેવાથી કરવામાં આવી હોવાનો ખાર રાખી અગાઉ પણ બંને પક્ષે આ મામલે ઝઘડો થયો હતો. તો બાદમાં આરોપીઓએ ગત મંગળવારે મોહસીનને છરીના ઘા ઝીંકી તેની હત્યા કરી નાખી હતી. તો ઝડપાયેલા આરોપી પૈકીના હાર્દિક મકવાણા અને બંને ટેણીયાઓ સામે અગાઉ પણ હત્યાના પ્રયાસનો ગુન્હો નોંધાઈ ચુક્યો છે અને આરોપીઓ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે.એલસીબી ટીમે પાંચેય આરોપીને ઝડપી લઈને તેના કબજામાંથી બે મોટરસાયકલ અને લોહીવાળા કપડા સહિતના પુરાવાઓ પણ કબજે લીધા છે. તો મિત્ર દ્વારા મિત્રની કરાયેલી હત્યાએ સંબંધોને પણ દાગદાર કર્યા છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.