Home ગુજરાત જામનગરમાં બે બાળકનું ચાંદીપુરા વાઇરસથી મોત; 4 બાળ દર્દીઓ સારવાર હેઠળ

જામનગરમાં બે બાળકનું ચાંદીપુરા વાઇરસથી મોત; 4 બાળ દર્દીઓ સારવાર હેઠળ

18
0

(જી.એન.એસ) તા. 24

જામનગર,

રાજ્યના અમૂક જિલ્લાઓમાં ચાંદીપુરા વાઈરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે જામનગર માંથી એક દુઃખદ સમાચાર આવ્યા હતા કે બે બાળકનું ચાંદીપુરા વાઇરસથી મોત નીપજતા સનસનાટી મચી ગઈ છે. સરકારી જીજી હોસ્પિટલમાં સારવાર મેળવી રહેલા જામનગરના ગુલાબનગર વિસ્તારના પાંચ વર્ષના બાળકનું ચાંદીપુરા વાઇરસના લીધે મોત નીપજતા હોસ્પિટલના વર્તુળોમાં ભારે દોડધામ મચી ગઈ છે. આ ઉપરાંત અન્ય બે બાળ દર્દીઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.

જામનગરના ગુલાબ નગર વિસ્તારમાં રહેતા પાંચ વર્ષના એક બાળકને ગઈકાલે ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણ જણાયા હોવાથી ગંભીર હાલતમાં સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન બુધવારે સવારે તેનું નિધન થયું છે. આ સિવાય મંગળવારે સારવાર અર્થે આવેલા લાલપુરના 11 વર્ષને 8 માસના એક બાળકનું બુધવારે સારવાર દરમિયાન મૃત્યુ નીપજતાં હોસ્પિટલ વર્તુળમાં દોડધામ થઈ છે.

જામનગર અને લાલપુરમાં આરોગ્ય વિભાગની ટુકડી પણ દોડતી થઈ છે. જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ચાંદીપુર વાયરસની બીમારીના કારણે મૃત્યુનો આંક 3 નો થયો છે. અને હાલ 4 બાળ દર્દીઓ જી.જી. હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ ઉપરાંત જામનગર તાલુકાના સિક્કા ગામની છ વર્ષની એક બાળકી તેમજ લાલપુરના પડાણાની પાંચ વર્ષની એક બાળકીની જામનગરની જી.જી. હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ દર્દી તરીકે સારવાર મેળવી રહ્યા છે, જે બંને બાળદર્દીના રિપોર્ટ આજે સવારે નેગેટિવ આવ્યા છે, જેથી આરોગ્ય તંત્ર એ થોડો રાહતનો શ્વાસ લીધો છે.

ગુજરાતમાં મંગળવારે (23 જુલાઈ) ચાંદીપુરાના શંકાસ્પદ 14 કેસ નોંધાયા હતા. આ સાથે જ શંકાસ્પદ કેસનો આંક વધીને 101 થયો છે. પોઝિટિવ કેસમાં હજુ કોઈ વધારો થયો નથી અને તે હાલ 22 છે. અમદાવાદ કોર્પોરેશન અને ગાંધીનગર ગ્રામ્યમાંથી 1-1ના શંકાસ્પદ ચાંદીપુરાથી મૃત્યુ થયા છે. આ સાથે જ શંકાસ્પદ ચાંદીપુરાથી મરણાંક વધીને 38 થયો છે. ચાંદીપુરાથી સૌથી વધુ પંચમહાલમાં પાંચ જ્યારે અમદાવાદમાં ચારના મૃત્યુ થયા છે. ગુજરાતમાં હાલ વાયરલ એન્કેફેલાઈટિસ (શંકાસ્પદ ચાંદીપુરા)ના 49 કેસ છે અને તેમાંથી 14ને રજા અપાઈ છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઆરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવની તબિયત લથડતા દિલ્હી એઈમ્સ ખાતે દાખલ કરવામાં આવ્યા
Next articleગાંધીનગર જિલ્લામાં રહેણાંક કે ઔધોગિક વિસ્તારમાં મકાન કે અન્ય એકમો ભાડે આપે ત્યારે પોલીસ મથકે દિન- ૧૫માં જાણ કરવી આવશ્યક