Home ગુજરાત ઉત્તર ગુજરાત જામનગરમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો, 2 આરોપી મુંબઈમાંથી ઝડપાયા

જામનગરમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો, 2 આરોપી મુંબઈમાંથી ઝડપાયા

9
0

(જી.એન.એસ) તા.૧

જામનગર,

જામનગરમાં બે અઠવાડિયા પહેલા મોટરસાયકલના એક શોરૂમમાંથી રૂ. ૨,૩૭,૪૪૦ ની રોકડ રકમની ચોરીનો ગુનો નોંધાયો હતો. પોલીસે આ બનાવની તપાસ કરીને 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે. ઝડપાયેલા મુખ્ય આરોપી સામે મુંબઈ પંથકમાં ૧૬ જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે. જામનગરમાં બનતા ઘરફોડ ચોરીના અનડિટેક્ટ ગુન્હા શોધવા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની તથા નાયબ પોલીસ અધિક્ષક જયવિરસિંહ એન. ઝાલાની સૂચના મુજબ, જામનગર સીટી A ડીવી. પો.સ્ટે. ના પોલીસ ઈન્સપેકટર  એન. એ. ચાવડાના માર્ગદશન મુજબ તપાસ ચલાવાઈ રહી હતી. દરમ્યાન ગત જામનગર  રણજીતસાગર રોડ ઉપર આવેલ અવધ ઓટો મોબાઇલ્સ માંથી કુલ રોકડા રૂ. ૨,૩૭,૪૪૦  ની રોકડ રકમ ની ચોરી થવા પામી હતી. જે ગુન્હો શોધી કાઢવા અંગે પોલીસ સ્ટાફના માણસો બનાવ સ્થળના કમાન્ડ કંટ્રોલના CCTV ફુટેઝ આધારે તેમજ ટેકનીકલ એનાલીસીસ આધારે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પોલીસ સ્ટાફને  તેમના અંગત બાતમીદારોથી સંયુક્ત હકિકત મળેલ હોય કે જામનગર બાઇકનાં શો રૂમમાં ચોરીના બનાવને અંજામ આપનારાઓ પૈકીના 2 આરોપીઓ યતીન પ્રવિણભાઇ સિન્દ્રોજા રહે. અંધેરી વેસ્ટ, મુંબઇ તથા  નેપાળી સુનીલ શીવ પરીહાર જાતે   રે. મહારાષ્ટ્ર મૂળ  નેપાળ  હાલ મુંબઈમાં છે .આથી જામનગરની પોલીસ ટુકડી  મુંબઈ પહોંચી  બંને આરોપીઓને ઝડપી લીધા હતા. જેમને જામનગર લાવવામાં આવ્યા છે. બંને ઈસમો પાસેથી રોકડા ૩,૧૩,૫૦૦  તથા 2 મોબાઈલ ફોન કિ.રૂ. ૯,૦૦૦ મળી આવતાં ઉપરોકત ગુન્હાના મુદામાલ તરીકે કબ્જે કરી તેઓની અટક કરી રીમાન્ડ મેળવી આગળની તપાસ તજવીજ ચાલુ છે. ઉપરાંત આ ચોરીનાં ગુનામા ઉમેશ ઉર્ફે બિરેન્દ્ર માનબહાદુર માઝી  જનક ઉર્ફે ડી.કે. મનીરામ સોની રહે. સુરત અને કમલ ખત્રી  ની સંડોવણી ખુલવા પામી છે. જેમાં ઉમેશ ઉર્ફે વીરેન્દ્ર નામના આરોપીને મુંબઈ પોલીસે ઝડપી લીધો છે જેને જામનગર લાવવામાં આવી રહ્યો છે. જામનગર પોલીસે ઝડપી લીધેલા આરોપી યતીન પ્રવિણભાઇ સીદ્રોજા વિરૂધ્ધ ૧૬ ગુના મુંબઈ પંથકમા નોંધાઈ ચુક્યા છે. આ નેપાળી ગેંગ ઘર ફોડ ચોરીના બનાવને અંજામ આપવા જ જામનગર આવી હતી. હાલ જામનગર પોલીસ દ્વારા બંનેની વિશેષ પુછપરછ  હાથ ધરવામાં આવી રહી છે. તેઓની પૂછપરછ માં જામનગરની ચોરીઓ ઉપરાંત મુંબઈમાં પણ વધુ 2 શોરૂમમાં ચોરી કરી હોવાનું સામે આવ્યું છે. જે અંગે મુંબઈ પોલીસને જાણ કરવામાં આવી છે. મોટાભાગે મુંબઈમાં જુદા જુદા શોરૂમને જ સમગ્ર ટોળકી નિશાન બનાવતી હતી અને તેઓ ટ્રેનમાં મુસાફરી કરતા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field