(જી.એન.એસ) તા૨૮
જામનગર,
જામનગરમાં ટ્રાફિક પોલીસ દ્વારા બેનરો લગાવવામાં આવ્યા છે. વાહનચાલકો દ્વારા નિયમોના ભંગને લઈને કડક કાર્યવાહી કરાશે તેવા બેનરો લગાવવામાં આવ્યા. જામનગર માં ટ્રાફિક પોલીસ દ્વારા બેનરો લગાવવામાં આવ્યા છે. વાહનચાલકો દ્વારા નિયમોના ભંગને લઈને કડક કાર્યવાહી કરાશે તેવા બેનરો લગાવવામાં આવ્યા. આ બેનરોમાં ટુ-વ્હીલર અને ફોર વ્હીલર જેવા વિવિધ પ્રકારના વાહનો માટેના દંડની રકમ દર્શાવવામાં આવી છે. બેનરોમાં 1500થી લઈને 5000 સુધીનો દંડ કરાયાનો ઉલ્લેખ કર્યો છે. શહેરમાં થર્ટી ફસ્ટની ઉજવણીના માહોલ જામ્યો છે. ત્યારે જામનગર પોલીસ વધુ સતર્ક બનતા ચેકીંગ ઝુંબેશ હાથ ધરી. ટ્રાફિક પોલીસ દ્વારા હંમેશા વધતા જતી ટ્રાફિક સમસ્યા હલ કરવાના પ્રયાસ થતા હોય છે. ખાસ કરીને મહત્વના ફંકશનનું આયોજન થતું હોય ત્યારે ટ્રાફિક ડાયવર્ટ કરવો પડે છે. તેમજ નવરાત્રિ અને દિવાળી જેવા તહેવારમાં માર્ગો પર ટ્રાફિકનો પ્રવાહ ધમધમતો હોય છે ત્યારે હંમેશા તેને નિયંત્રિત કરવા વધુ પોલીસ ફોર્સ પણ તૈનાત કરાય છે. તેમજ હાલમાં સમગ્ર દુનિયામાં ક્રિસમસ તહેવારની ઉજવણી થઈ રહી છે. દુનિયા સહિત ગુજરાતના અનેક સ્થાનો પર નવા વર્ષને વધાવવા થર્ટી ફસ્ટીની તૈયારીઓ થવા લાગી છે. થર્ટી ફસ્ટના દિવસે પાર્ટીનું આયોજન થાય છે. આ પાર્ટીમાં ભાગ લેવા લોકો લાંબા સમયથી પ્લાનિંગ બનાવતા હોય છે. વર્ષના અંતિમ દિવસની ઉજવણીની આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ટ્રાફિક સમસ્યા દૂર કરવા જામનગર ટ્રાફિક પોલીસે સઘન ચેકિંગ હાથ ધરતા જુદા-જુદા વિસ્તારમાં દંડાત્મક કાર્યવાહી દર્શાવતા બેનરો લગાવ્યા છે. વાહનચાલકો દ્વારા નિયમ ભંગ થશે તો દંડાત્મક કાર્યવાહી કરાશે તેમ મોટામોટા બેનરોમાં સ્પષ્ટ જણાવ્યું છે. જામનગરમાં લાલ બંગલા સર્કલથી ગુરુદ્વાર રોડ પર બેનર લાગ્યા છે. ટુ વ્હીલર માટે 1500, થ્રી વ્હીલર માટે 1500નો દંડ, ફોરવ્હીલર માટે 3000 અને મોટા વાહનો માટે 5000નો દંડ કરાશે. હાલમાં દંડની રકમ સાથેના બેનરો લગાવવામાં આવ્યા છતાં વાહનચાલકો બેફામ બની વાહન દોડાવી રહ્યા છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.