Home ગુજરાત જામનગરમાં કારચાલકે બાઈકસવારને અડફેટે લેતા બાઈક સવાર 10 ફૂટ દૂર ફેંકાતા ગંભીર...

જામનગરમાં કારચાલકે બાઈકસવારને અડફેટે લેતા બાઈક સવાર 10 ફૂટ દૂર ફેંકાતા ગંભીર ઈજા

21
0

જામનગર લાલપુર રોડ પર ચંગા ગામના પાટિયા પાસે એક કારચાલકે બેફિકરાઈથી કાર ચલાવી એક બાઈક સવારને અડફેટે લીધો હતો. બાઈક સવાર દસ ફૂટ દૂર ફંગોળાતા ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેને સારવાર માટે જામનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. જામનગર-લાલપુર હાઈવે પર ચંગા ગામના પાટિયા પાસે કારચાલકે સ્ટીયરીંગ પર કાબૂ ગુમાવતા એક બાઈક સવારને અડફેટે લીધો હતો. કારચાલકની ટક્કર એટલી જોરદાર હતી કે બાઈક સવાર દસ ફૂટ દૂર ફંગોળાયો હતો અને ડીવાઈડર સાથે અથડાયો હતો.

જેના કારણે ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે જામનગર ખસેડવામાં આવ્યો છે. અકસ્માત સર્જી કારચાલક ઘટનાસ્થળ પર જ ઉભો રહી ગયો હતો. આ મામલે હજી સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ ન હોવાનું જાણવા મળ્યુ છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસુરતના કાપોદ્રામાં ચોર ગેસની બોટલો ચોરી કરતો, 25 બોટલ જપ્ત,સીસીટીવી સામે આવ્યા
Next articleરાજકોટમાં અમદાવાદના શખ્સે ઓટો બ્રોકર 1.90 લાખની ઠગાઇ કરી