જામનગરમાં જલાની જાર જેવા ભરચકક વિસ્તારમાં એકલા ઘરમાં હાજર રહેલા મહિલાને નિશાન બનાવી તેના હાથમાંથી સોના ચાંદીની બંગડીઓની લૂંટ ચલાવી ભાગી છૂટેલી મહિલાને સિટી એ.ડિવિઝન પોલીસે સીસીટીવી કેમેરાઓની મદદથી શોધી કાઢી છે, અને તેની પાસેથી 2.88 લાખની કિંમતના ઘરેણા કબજે કર્યા છે. જામનગર શહેરમાં જલાની જાર વિસ્તારમાં રહેતા વિપ્ર મહિલાના ઘરમાં સવારે એક અજ્ઞાત મહિલાએ ભંગારના બહાને ઘૂસી આવ્યા પછી બુઝુર્ગ મહિલાના હાથમાંથી સોના અને ચાંદીના બંગડીઓની લૂંટ ચલાવી રફુ ચક્કર થઈ ગઈ હતી.
જે મામલો સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને કેસરી કલરની સાડી પહેરેલી અજ્ઞાત મહિલા સામે ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના અનુસંધાને પોલીસે ચો તરફ નાકાબંધી કરી લૂંટની ઘટના નો ભેદ ગણતરીના કલાકોમાં જ ઉકેલી નાખ્યો છે, અને સોના ચાંદીના ઘરેણાની લૂંટ ચલાવનાર મહિલાને ઝડપી લીધી છે.
જામનગરમાં ગોદડીયાવાસ ફુલિયા હનુમાન મંદિર પાસે રહેતી રેખાબેન અરવિંદભાઈ બેવાસી નામની ગોદડીયા બાવા જ્ઞાતિની મહિલાને ઝડપી લીધી છે, અને તેના કબજા માંથી 64 ગ્રામ વજનની 2.88 લાખ ની કિંમતની બે જોડી બંગડી તેમજ 6.5 ગ્રામ વજનની ચાંદીની બે બંગડી સહિત કુલ રૂપિયા 2,88,400 નો મુદ્દા માલ કબજે કરી લીધો છે, અને તેની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.