રાજય સરકારની યોજનાનું અમરેલી જિલ્લામાં સૌથી મોટું કૌભાંડ સામે આવ્યું છે. શ્રમિક પરિવારની મનરેગા યોજનાનું વર્ષ 2015માં આચરેલા કૌભાંડનો ભાંડો ફૂટતા ખળભળાટ મચી ગયો છે. જાફરાબાદ તાલુકાના કુલ 36 જેટલા ગામડામાં મનરેગા યોજનામાં કરોડો રૂપિયાનું કૌભાંડ આચાર્યાની પોલીસ ફરિયાદથી ખળભળાટ મચી ગયો છે. આ કૌભાંડ 2015થી લઈ 2019 સુધીમા સરકારના પેસાનું કૌભાંડ થયુ હતું. આ બનાવની વિગતો એવી છે કે, જાફરાબાદ તાલુકા પંચાયતના ટી.ડી.ઓ વિજય સોનગરાએ જાફરાબાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
જેમાં સરકારની મનરેગા યોજના અંતર્ગત સોંપવામાં આવેલી કામગીરી દરમ્યાન હિસાબી વર્ષ અને 2015થી લઈ 2019ના સમયગાળા દરમ્યાન જાફરાબાદ તાલુકાના 36 જેટલા અલગ અલગ ગામડામાં મનરેગા યોજના લાભાર્થીઓના નામે ડૂબલીકેટ જોબ કાર્ડ બનાવી તે જોબકાર્ડ ધારક સિવાયના અન્ય બીજા વ્યક્તિઓના બેન્ક એકાઉન્ટ ખોલી લાભાર્થીઓના નામના ખોટા દસ્તાવેજો બનાવી ખોટું રેકડ ઉભું કરી રેકડ ખોટું બનાવટી હોવાનું જાણવા છતાં સાચા રેકડ તરીકે ઉપયોગ કરી પરસ્પર એક બીજાને સમાન ઈરાદો પાર પાડવા પૂર્વ આયોજિત કાવતરું રચી સરકારી સતાનો દૂર ઉપયોગ કરી જિલ્લા વિકાસ એજન્સી અમરેલી આઈ.ડી.પાસવોર્ડનો દૂર ઉપયોગ કરી મનરેગા યોજનાના સરકારી નાણાનો પોતાના અંગત લાભો માટે સરકારી નાણા રૂ.3 કરોડ 30 લાખ 26 હજાર 548ની ઉચાપત કરી સરકાર સામે વિશ્વાસઘાત ઠગાઈ કરી એક બીજાને મદદ કરી ગુનો આચર્યાની જાફરાબાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી ગયો છે.
વિવિધ ગામડામાં લાભાર્થીઓ નામે ડૂબલીકેટ જોબનકાર્ડ બનાવી ખોટા ચુકવણા કરી સરકારને નુકસાન પોહચાડી ઠગાઈ કર્યાની ફરિયાદ નોંધાઇ છે. આ ફરિયાદ પહેલા તપાસ ટીમની પણ રચના કરવામાં આવી હતી. જોકે આ તપાસ છેલ્લા 4 વર્ષથી ચાલતી હતી પરંતુ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આ કૌભાંડ એટલું ગૂંચવાયેલું હોવાને કારણે અધિકારીઓ અટવાઇ જતા હતા જેના કારણે ખૂબ સમય લાગ્યો 9 પેઈજની એફ.આઈ.આર નોંધવામાં આવી છે. 36 જેટલા ગામડાના સરપંચોથી લઈ તલાટી મંત્રી તાલુકા વિકાસ અધિકારી સુધી આ પોલીસ તપાસ પોહચવાની છે. જેમાં પૂછપરછ કરી નિવેદનો લેવામા આવશે તલાટી મંત્રી સરપંચોની પણ પૂછ પરછ કરવામા આવશે.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.