(જી.એન.એસ) તા. 3
ઓફુનાટો,
જાપાનના ઓફુનાટો શહેરમાં જંગલમાં લાગેલી આગને કારણે મોટી તબાહી મચી ગઈ છે, અત્યાર સુધીમાં એક વ્યક્તિના મૃત્યુની પુષ્ટિ થઈ છે, જ્યારે 80થી વધુ ઇમારતો સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ છે. હજારો લોકોને પોતાના ઘર છોડીને સ્થળાંતર કરવું પડ્યું છે. શુષ્ક હવામાન અને પવનને કારણે, અગ્નિશામકોને આગ ઓલવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હાલમાં તો આગેને કારણે 2100 હેક્ટરથી વધુ વિસ્તારમાં લપેટમાં લીધી છે. જાપાનના જંગલોમાં આગ ફેબ્રુઆરી અને માર્ચ વચ્ચે વારંવાર લાગે છે કારણ કે સૂકા અને તીવ્ર પવન ફૂંકાય છે.

આ આગ લાગવાની ઘટના બાબતે સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં એક બળી ગયેલો મૃતદેહ મળી આવ્યો છે. જ્યારે, 80 ઇમારતોને નુકસાન થયું છે. આગના કારણે ઓફુનાટો અને સાનરીકૂ વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે. જાપાનની ફાયર એન્ડ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સી (FDMA) એ પણ આ વાતની પુષ્ટિ કરી છે. એજન્સીના જણાવ્યા અનુસાર 1992 પછી જાપાનમાં લાગેલી આ સૌથી મોટી આગ છે.
હાલમાં ફાયર બ્રિગેડ અને ઇમરજન્સી વિભાગના કર્મચારીઓ આગને કાબુમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે. પવન અને શુષ્ક હવામાનને કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બચાવ કામગીરીમાં હેલિકોપ્ટરની પણ મદદ લેવામાં આવી રહી છે. જાપાનના યમુનાશી પ્રીફેક્ચર અને ઇવાટેના અન્ય વિસ્તારોના જંગલોમાં પણ આગના અહેવાલ મળ્યા છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.