Home દુનિયા - WORLD જાપાનમાં ફેલાઈ રહ્યો છે એક દુર્લભ “માંસ ખાનારા બેક્ટેરિયા” થી થતો રોગ...

જાપાનમાં ફેલાઈ રહ્યો છે એક દુર્લભ “માંસ ખાનારા બેક્ટેરિયા” થી થતો રોગ જેના કારણે લોકો 2 દિવસમાં જીવ પણ ગુમાવી શકે છે

49
0

(જી.એન.એસ) તા. 16

ટોક્યો,

જાપાનમાં કોવિડ-યુગના પ્રતિબંધો હળવા થયા પછી ફરી એક વાર ત્યાંના લોકોની ચિંતામાં વધારો થયો છે કારણકે દેશમાં ફેલાઈ રહ્યો છે ગંભીર અને દુર્લભ માંસ ખાનારો બેક્ટેરિયા થી થતો રોગ જેના લીધી વ્યક્તિને 48 કલાકની અંદર પોતાના જીવ ગુમાવો પડે છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ફેક્શન ડિસીઝ અનુસાર, સ્ટ્રેપ્ટોકોકલ ટોક્સિક શોક સિન્ડ્રોમ (એસટીએસએસ) એક આક્રમક રોગ છે જે ચેપના 48 કલાકની અંદર જીવલેણ બની શકે છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ફેક્શન ડિસીઝ અનુસાર, આ વર્ષે 2 જૂન સુધીમાં, જાપાનમાં એસટીએસએસના 977 કેસ નોંધાયા છે, જે ગયા વર્ષે નોંધાયેલા રેકોર્ડ 941 કેસ કરતાં વધુ છે. આ સંસ્થા 1999 થી આ રોગના કેસોનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.

ગ્રુપ એ સ્ટ્રેપ્ટોકોકસ (જીએએસ) સામાન્ય રીતે બાળકોમાં બળતરા અને ગળામાં દુખાવોનું કારણ બને છે, જેને “સ્ટ્રેપ થ્રોટ” તરીકે ઓળખવામાં આવે છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, અમુક પ્રકારના બેક્ટેરિયાના કારણે અંગોમાં દુખાવો અને સોજો, તાવ, લો બ્લડ પ્રેશર, જે પછી નેક્રોસિસ, શ્વાસ લેવામાં તકલીફ, અંગ નિષ્ફળતા અને મૃત્યુ સહિત લક્ષણોનું કારણ બની શકે છે.

“મોટાભાગના મૃત્યુ 48 કલાકની અંદર થઈ રહ્યા છે,” ટોક્યો વિમેન્સ મેડિકલ યુનિવર્સિટીના ચેપી રોગોના પ્રોફેસર કેન કિકુચીએ કહ્યું, “જેમ કે દર્દીને સવારે પગમાં સોજો દેખાય છે, તે બપોર સુધીમાં ઘૂંટણ સુધી ફેલાય છે અને 48 કલાકની અંદર તેઓ મૃત્યુ પામશે.” મૃત્યુ થઈ શકે છે.” આ ચિંતાજનક વાત છે કે, 50 વર્ષથી વધુ ઉંમરના લોકોમાં આ રોગનું જોખમ વધારે છે. કેન કિકુચીએ કહ્યું કે ચેપના વર્તમાન દરે, આ વર્ષે જાપાનમાં કેસોની સંખ્યા 2,500 સુધી પહોંચી શકે છે અને મૃત્યુ દર 30 ટકા સુધી પહોંચી શકે છે. કેન કિકુચીએ લોકોને હાથની સ્વચ્છતા જાળવવા અને કોઈપણ ખુલ્લા ઘાની સારવાર કરવા વિનંતી કરી. તેમણે કહ્યું છે કે દર્દીઓના આંતરડામાં ગ્રુપ એ સ્ટ્રેપ્ટોકોકસ હોઈ શકે છે, જે મળ દ્વારા હાથને દૂષિત કરી શકે છે.

સૌથી મહત્વની વાત છે કે, જાપાન સિવાય, તાજેતરમાં અન્ય ઘણા દેશોમાં સ્ટ્રેપ્ટોકોકલ ટોક્સિક શોક સિન્ડ્રોમનો પ્રકોપ પણ નોંધાયો છે. 2022 ના અંતમાં, ઓછામાં ઓછા પાંચ યુરોપિયન દેશોએ વિશ્વ આરોગ્ય સંસ્થાને આક્રમક જૂથ એ સ્ટ્રેપ્ટોકોકસ (આઈજીએએસ) રોગના વધતા જતા કેસોની વિગતો આપી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપેલેસ્ટાઈનના વડાપ્રધાને પીએમ નરેન્દ્ર મોદીને પત્ર લખીને તાત્કાલિક યુદ્ધવિરામ માટે મદદ માંગી
Next articleકારગિલ વિજયની રજત જયંતી નિમિત્તે શુરવીરોને યાદ કરવા માટે ભારતીય સેના દ્વારા મોટર સાઇકલ રેલીનું આયોજન