Home દુનિયા - WORLD જાપાનનો પેલેસ્ટાઈનને ઝટકો, UNRWને આપવામાં આવતું ફંડિંગ રોકવાનો નિર્ણય કર્યો

જાપાનનો પેલેસ્ટાઈનને ઝટકો, UNRWને આપવામાં આવતું ફંડિંગ રોકવાનો નિર્ણય કર્યો

28
0

ઈઝરાયેલ પર હુમલો કરવામાં યુએનના ૧૨ કર્મચારીઓ સામેલ હતા, જેથી જાપાન સહીતના નવ દેશે રાહતફંડ બંધ કર્યું

(જી.એન.એસ),તા.૨૯

ઇઝરાયેલ અને હમાસ વચ્ચેનું યુદ્ધ હવે રસપ્રદ વળાંક પર પહોંચી ગયું છે. યુદ્ધ વચ્ચે અમેરિકા સહિત 6 દેશોએ સંયુક્ત રાષ્ટ્રની એજન્સી UNRWને આપવામાં આવતું ફંડ બંધ કરી દીધું છે. ઈઝરાયેલે UNRWA નામની સંસ્થાના 12 કર્મચારીઓ પર 7 ઓક્ટોબરના હુમલામાં હમાસ આતંકવાદીઓ સાથે સામેલ હોવાનો આરોપ લગાવ્યો હતો. હવે જાપાને પણ યુએનઆરડબલ્યુએનું ફંડિંગ રોકવાનો નિર્ણય લીધો છે.  જાપાને પેલેસ્ટાઈનને મોટો ઝટકો આપ્યો છે. ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધમાં દરરોજ અનેક લોકો જીવ ગુમાવી રહ્યા છે, તેને ધ્યાનમાં રાખીને, ઘણા દેશો શરણાર્થીઓ માટે UNRWAને ભંડોળ આપી રહ્યા હતા. પરંતુ ઈઝરાયેલે UNRWA નામની સંસ્થાના 12 કર્મચારીઓ પર 7 ઓક્ટોબરના હુમલામાં હમાસના આતંકવાદીઓ સાથે સામેલ હોવાનો આરોપ લગાવ્યો હતો. જે બાદ અત્યાર સુધી અમેરિકા, બ્રિટન, નેધરલેન્ડ, સ્વિટ્ઝરલેન્ડ, ફિનલેન્ડ, કેનેડા, ઓસ્ટ્રેલિયા, જર્મની અને ઈટાલીએ UNRWAને ફંડ નહીં આપવાની જાહેરાત કરી છે.  આ મુદ્દે જાપાને કહ્યું કે તે ઇઝરાયલના આરોપો બાદ પેલેસ્ટિનિયન શરણાર્થીઓ માટે યુએન એજન્સીને ફંડિંગ સ્થગિત કરવામાં અન્ય દેશો સાથે જોડાઈ રહ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, એજન્સીએ ઈઝરાયેલના આરોપો પર ઘણા કર્મચારીઓને કાઢી મૂક્યા છે અને દાવાઓની સંપૂર્ણ તપાસ કરવાનું વચન આપ્યું છે. જ્યારે ઇઝરાયેલે યુદ્ધ બાદ ગાઝામાં UNRWA એજન્સીનું કામ રોકવાની પહેલ કરી હતી. જાપાનના અધિકારીઓનું કહેવું છે કે તેઓ ગયા વર્ષે 7 ઓક્ટોબરે ઈઝરાયેલ પર થયેલા આતંકવાદી હુમલામાં UNRWA સ્ટાફના સભ્યોની કથિત સંડોવણીને લઈને ખૂબ જ ચિંતિત છે.  જાપાનના વિદેશ મંત્રાલયના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે અને આરોપોને દૂર કરવાના પગલાં પર વિચાર કરવામાં આવી રહ્યો છે. જ્યારે, જાપાન માનવતાવાદી પરિસ્થિતિને સુધારવા અને ગાઝા પટ્ટીમાં શાંતિ સ્થાપિત કરવા માટે સતત અને સક્રિય રાજદ્વારી પ્રયાસો કરવાનું ચાલુ રાખશે. અન્ય આંતરરાષ્ટ્રીય સંસ્થાઓને સહાય પૂરી પાડીને શક્ય તેટલી વહેલી તકે પરિસ્થિતિને નિયંત્રિત કરવી જોઈએ. અત્રે ઉલ્લેખનીય છે કે, ઈઝરાયેલ લાંબા સમયથી યુએનઆરડબ્લ્યુએ સહિત સંયુક્ત રાષ્ટ્રની વિવિધ શાખાઓ પર પક્ષપાત અને યહૂદી વિરોધી હોવાનો આરોપ લગાવી રહ્યું છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઇન્ડોનેશિયન કોસ્ટ ગાર્ડએ માલે તરફ જતા એક ચાઇનીઝ સંશોધન જહાજને અટકાવ્યું
Next articleઈરાનના વિદેશ પ્રધાન પાકિસ્તાન પહોંચ્યા, વર્તમાન સ્થિતિ સાથે ઘણા મુદ્દાઓ પર વાતચીત