(જી.એન.એસ),તા.૦૯
જાપાન
જાપાનના પૂર્વ પ્રધાનમંત્રી શિંજાે આબેના હત્યારાએ હેન્ડમેડ શોટગનનો ઉપયોગ કર્યો હતો, જેને તેણે ૩ડ્ઢ પ્રિંટિંગ ટેક્નોલોજી સાથે બનાવી હશે. જાેકે આ વિશે હજુ સુધી કોઇ સત્તાવાર પુષ્ટિ થઇ નથી. સ્થાનિક મીડિયાએ શિંજાે આબેના હત્યારાની ઓળખ ૪૧ વર્ષીય તેત્સુયા યામાગામીના રૂપમાં કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે તે દેશની નૌસેનામાં કામ કરી ચોક્યો છે. હુમલાની જગ્યાએ જે ફૂટેજ લેવામાં આવ્યા છે. તેમાં જાેઇ શકાય છે કે ગનમાં ધાતુનું બેરલ બનેલું હતું, જેને કાળી ટેપથી ચોંટાડવામાં આવ્યું છે. તપાસકર્તાઓ દ્રારા બંદૂકનું વિશ્લેષણ કર્યા બાદ આ હેન્ડમેડૅ ગનની સટીક ઓપરેશન અને ફાયરિંગ રેંજનો ખુલાસો થવાની સંભાવના છે. લાંબા સમયથી સુરક્ષા એજન્સીઓ માટે, ૩ડ્ઢ પ્રિંટરથી બનેલી બંદૂકોનો ઉપયોગ કરવનાર લોકો સાથે જાેડાયેલા ખતરાની ચર્ચા કરવામાં આવી છે. જૂન ૨૦૧૯ માં બ્રિટનમાં એક ૨૬ વર્ષીય વ્યક્તિ, તેંદઇ મુસવેરેને એક ૩ડ્ઢ પ્રિંટર સાથે ગન બનાવવા માટે દોષિત ઠેરવવામાં આવ્યો હતો, જે એક ઘાતક શોટ ફાયર કરવામાં સક્ષમ હતો. આ મામલે પોલીસનું કહેવું હતું કે તેમનું માનવું છે કે આ પહેલી બ્રિટિશ સજા હતી. જેને ૩ડ્ઢ પ્રિંટરનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલી બંદૂક સાથે જાેડવામાં આવી હતી. ૩ડ્ઢ પ્રિંટેડ બંદૂક કાયદાના અમલીકરણ કરાવનાર એજન્સી માટે એક મોટી સમસ્યા હતી, કારણ કે તેને ગમે ત્યાં બનાવી શકાય છે. તેને સંતાડવી ખૂબ સરળ હોય છે. જાે હકિકતમાં જાપાની હત્યાએ ૩ડ્ઢ પ્રિટેંડ બંદૂકનો ઉપયોગ કર્યો છે, તો સવાલ ઉદભવે છે કે સુરક્ષા ઘેરા છતાં તે પૂર્વ જાપાની પ્રધાનમંત્રી પાસે શોટગન સાથે ઘૂસવામાં કેવી રીતે સફળ રહ્યા. જાપાનને સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર નેતા ૬૭ વર્ષીય શિંજાે આબેની હત્યાએ દેશને સ્તબ્ધ કરી દીધો છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.