Home દુનિયા - WORLD જાણો શું છે ઉઝ્બેકિસ્તાનનું ખુબ સુંદર અને જૂની મસ્જિદો માટે જાણીતું...

જાણો શું છે ઉઝ્બેકિસ્તાનનું ખુબ સુંદર અને જૂની મસ્જિદો માટે જાણીતું શહેર સમરકંદનો ઈતિહાસ?…

52
0

એસસીઓ સમિટમાં સામેલ થવા માટે પ્રધાનમંત્રી ઉઝ્બેકિસ્તાનના શહેર સમરકંદ જઈ રહ્યા છે. આ ખુબ સુંદર શહેર છે અને જૂની મસ્જિદો માટે જાણીતું છે. તાશકંદથી લગભગ 300 કિલોમીટર દૂર સ્થિત શહેર સમરકંદના નામનો અર્થ થાય છે પથ્થરોનો કિલો. હકીકતમાં ઉઝ્બેક ભાષામાં સમરનો અર્થ પથ્થર અને કંદનો અર્થ કિલો થાય છે.

ભારતના ઈતિહાસમાં સમરકંદનું મહત્વ એટલા માટે છે કારણ કે અહીંથી આવેલા લુંટારાએ ખુબ આતંક મચાવ્યો હતો અને હિન્દુઓની હત્યા કરી હતી. ચંગેઝ ખાન અને તૈમૂર લંગ ઉઝ્બેકિસ્તાનના શાસક હતા. આ બંનેનું નામ ક્રૂર શાસકોમાં ગણવામાં આવે છે તૈમૂરના પૌત્ર ઉઝ્બેકના નામ પર આ દેશનું નામ ઉઝ્બેકિસ્તાન પડ્યું છે. 1398માં તૈમૂર ભારત પહોંચ્યો હતો. તે ભારતમાંથી ધન-સંપત્તિ લૂંટવા ઈચ્છતો હતો અને આ માટે તે ગમે તે હદ સુધી જવા તૈયાર હતો.

અફઘાનિસ્તાનના રસ્તે તે ભારત પહોંચ્યો અને દિલ્હીમાં આતંક મચાવ્યો. તે લગભગ ત્રણ મહિના ભારતમાં રહ્યો હતો. આ દરમિયાન ઘણા શહેરોમાં લૂટફાટ કરી અને હિન્દુઓની હત્યા કરી. દિલ્હીમાં ચાર દિવસ સુધી તેણે લૂંટ કરી અને તેના ગયા બાદ કહેવામાં આવે છે કે દિલ્હી ઉજડી ગઈ હતી. ભારતમાં લૂંટફાટ અને કત્લેઆમ કરનાર તૈમૂરને આપણે ભલે વિલન માનીએ પરંતુ મધ્ય એશિયામાં તેને હીરો અને બહાદુર લડાકા માનવામાં આવે છે.

તે એક વિસ્તારવાદી મંગોલ શાસક હતો અને તેણે ઈરાન, ઈરાક, તુર્કી અને સીરિયાના મોટા ભાગ પર કબજો કરી લીધો હતો. કહેવામાં આવે છે કે લૂંટ અને સામ્રાજ્ય વિસ્તાર માટે તેણે 2 કરોડ લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા. બાદમાં તે ચીન પર આક્રમણ કરવા નિકળ્યો પરંતુ તેનું નિધન થઈ ગયું હતું. તેની કબર સમરકંદમાં છે. સમરકંદ સિલ્ક રૂટ પર આવનાર શહેર છે. ઉઝ્બેકિસ્તાન એક મુસ્લિમ બહુલ દેશ છે.

સમરકંદમાં ઘણી જૂની મસ્જિદો છે તેવામાં મધ્ય એશિયાના લોકો મોટી સંખ્યામાં ત્યાં પહોંચે છે. કહેવામાં આવે છે કે પયગંબર મોહમ્મદના પિતરાઈ ભાઈ ઇન્બ અબ્બાસની કબર પણ સમરકંદમાં છે. ઈસાઈઓ માટે પણ આ શહેરનું મહત્વ છે કારણ કે બાઇબલમાં કહેવામાં આવ્યું છે કે સેન્ડ ડેનિયલ પણ પોતાના અંતિમ સમયમાં અહીં પહોંચ્યા હતા.

તેથી મુસલમાન, ઈસાઈની સાથે યહૂદી પણ અહીં આવે છે. સમરકંદને મકબરાનું શહેર કહેવામાં આવે છે, કારણ કે અહીં ઘણા મકબરા છે. કહેવામાં આવે છે કે અહીં આસરે બે હજાર મકબરા છે. પર્યટનના સ્તરથી જાણીતા આ શહેરમાં લોકો મકબરાને જોવા આવે છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઇમરાન ખાને પણ રાહુલ ગાંધીવાળી કરી ‘ભૂલ’, સોશિયલ મીડિયા પર થયા ટ્રોલ
Next articleશું આમ આદમી પાર્ટી પર આવ્યું મોટું સંકટ?!…