જાણીતા કોમેડિયન અને એક્ટર રાજુ શ્રીવાસ્તવ ૧૦ ઓગસ્ટથી દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં દાખલ છે. જ્યાં રાજુ શ્રીવાસ્તવની સારવાર ચાલી રહી છે. રાજુ શ્રીવાસ્તવ ડોક્ટર્સની કડક દેખરેખ હેઠળ છે અને એક્ટરની હાલત નાજુક જણાવવામાં આવી હતી. જાેકે, આ વચ્ચે રાજુ શ્રીવાસ્તવની તબીયતને લઇને ફેન્સની ચિંતા વધી ગઈ હતી, પરંતુ ત્યારબાદ હાલત સ્થિર જણાવવામાં આવી હતી. ત્યારે હવે રાજુ શ્રીવાસ્તવની હેલ્થને લઇને નવા અપડેટ આવ્યા છે. આ હેલ્થ અપડેટ અનુસાર કોમેડિયન કલાકારનું સ્વાસ્થ્ય હજુ પણ ક્રિટિકલ બની રહ્યું છે અને તેઓ આઇસીયુમાં દાખલ છે. રાજુ શ્રીવાસ્તવની હેલ્થને લઇને એમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાએ જણાવ્યું કે હાલ રાજુ શ્રીવાસ્તવની સ્થિતિ ગંભીર છે અને તેઓ આઇસીયુમાં દાખલ છે. આ સાથે જ ડાયરેક્ટરે કહ્યું કે, આ દર્દીના પરિવારનો પર્સનલ મામલો છે તેથી તેના પર કંઈપણ કહેવું યોગ્ય નથી.રાજુ શ્રીવાસ્તવની હાલતને લઇને તેમના ભાઈ દીપુ શ્રીવાસ્તવે તાજેતરમાં કોમેડિયનની હેલ્થ વિશે જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, રાજુના સ્વાસ્થ્યમાં સુધારો થઈ રહ્યો છે. એક સીનિયર લેડી ડોક્ટરે રાજુની હાલત જાેઈને જણાવ્યું હતું કે કોમેડિયનને જે ઇન્ફેક્શન થયું હતું તે હવે ઓછું થઈ રહ્યું છે. આ જાણકારી મળ્યા બાદ ફેન્સના ચહેરા ખીલી ઉઠ્યા હતા પરંતુ ફરીથી એક્ટરની હાલત નાજુક જણાવવામાં આવી રહી છે. જે બાદ ફેન્સની ચિંતામાં વધારો થયો છે. હાલ ફેન્સ એક્ટરના જલ્દીથી જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, જિમમાં ટ્રેડ મિલ પર દોડતા સમયે રાજુ શ્રીવાસ્તવ પડી ગયા હતા. જે બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તપાસમાં જાણવા મળ્યું કે એક્ટરને હાર્ટ એટેક આવ્યો હતો અને એમઆરઆઇ રિપોર્ટથી ખુલાસો થયો કે એક્ટરના બ્રેઇનના એક ભાગમાં ડાઘા છે જે ઈજાના કારણે આવ્યા છે. ત્યારબાદથી તેમની હાલત ક્રિટિકલ છે.
GNS News
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.