Home દુનિયા - WORLD જર્મન સરકારએ ઈરાનના શિયા ધાર્મિક વડાને જર્મની છોડવા આદેશ કર્યો

જર્મન સરકારએ ઈરાનના શિયા ધાર્મિક વડાને જર્મની છોડવા આદેશ કર્યો

25
0

(જી.એન.એસ),તા.31

જર્મનીએ હાલમાં જ પ્રતિબંધિત ઈસ્લામિક સેન્ટર હેમ્બર્ગના ઈરાની વડા મોહમ્મદ હાદી મોફાતેહને જર્મની દેશ છોડવા કહ્યું છે. મોફતેહને કહેવામાં આવ્યું છે કે, તેને જર્મનીમાંથી હાંકી કાઢવામાં આવી રહ્યો છે અને દેશ છોડવા માટે તેની પાસે માત્ર બે અઠવાડિયાનો સમય છે. હાદી મોફતેહ જર્મનીમાં ઇસ્લામિક સેન્ટર હેમ્બર્ગના વડા તરીકે ઈરાનના સર્વોચ્ચ નેતા આયતુલ્લાહ અલી ખામેનીના સત્તાવાર નાયબ હતા. ગયા મહિને જ, જર્મનીએ ઇસ્લામિક સેન્ટર હેમ્બર્ગ પર કટ્ટરપંથી ઇસ્લામિક વિચારધારાને પ્રોત્સાહન આપવાનો આરોપ મૂકીને તેના પર પ્રતિબંધ મૂક્યો હતો. મોફતેહનો જન્મ 1966માં ઈરાનના ક્યુમમાં થયો હતો. તેણે પ્રાથમિક શિક્ષણ તેહરાનથી મેળવ્યું, ત્યાર બાદ તેણે 1984માં ડિપ્લોમા ડિગ્રી મેળવી હતી. તેણે 12 વર્ષની ઉંમરે તેના પિતાને ગુમાવ્યા. તેમના પિતા તેહરાન યુનિવર્સિટીમાં પ્રોફેસર અને ઇસ્લામિક વિદ્વાન હતા. તેના પિતા કે જેઓ ધર્મમાં કોઈપણ પ્રકારના ઉગ્રવાદના વિરોધમાં હતા તેમની એક ઉગ્રવાદી જૂથ દ્વારા હત્યા કરવામાં આવી હતી.

મોફતેહ 2008 થી ક્યુમ યુનિવર્સિટીમાં ફેકલ્ટીના સભ્ય છે અને એસોસિયેટ પ્રોફેસરનો દરજ્જો ધરાવે છે. મોહમ્મદ હાદી મોફતેહ 2018 થી ઇસ્લામિક સેન્ટર હેમ્બર્ગના 10મા ઇમામ અને ડિરેક્ટર તરીકે સેવા આપી રહ્યા છે. તેમણે નેશનલ મારેફ રેડિયો બ્રોડકાસ્ટિંગ નેટવર્કની પણ સ્થાપના કરી હતી. જર્મનીમાં ઈસ્લામિક સેન્ટર હેમ્બર્ગ પર પ્રતિબંધ મૂકવાની માંગ ઘણા સમયથી થઈ રહી હતી. જુલાઈમાં તેની સાથે જોડાયેલી 53 સાઇટ્સ પર દરોડા પાડ્યા પછી, જર્મન સરકારે ઇસ્લામિક સેન્ટર હેમ્બર્ગ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કર્યો. આ સાથે જ આ સંગઠન સાથે જોડાયેલી 4 મોટી મસ્જિદોને પણ સીલ કરી દેવામાં આવી છે, જેમાં વિશ્વ પ્રસિદ્ધ ‘બ્લુ મસ્જિદ’નો પણ સમાવેશ થાય છે.  જર્મન ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ઇસ્લામિક સેન્ટર હેમ્બર્ગની સ્થાપના 1953 માં ઈરાનથી આવીને વસેલા વસાહતીઓ દ્વારા કરવામાં આવી હતી. આ સંગઠન પર ઈરાની સરકારની વિચારધારાને પ્રોત્સાહન આપવા અને જર્મનીમાં ઈસ્લામિક ક્રાંતિ લાવવાનો પ્રયાસ કરવાનો આરોપ છે. જર્મનીના ગૃહ મંત્રાલયે મોહમ્મદ હાદી મોફતેહને 14 દિવસમાં જર્મની છોડવાનો આદેશ આપ્યો છે. તેઓને જર્મનીમાં ફરીથી પ્રવેશવા અથવા કોઈપણ સમય ગાળવા પર પણ પ્રતિબંધ છે. જો તે આ આદેશોનું પાલન નહીં કરે તો તેને 3 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસુનિતા વિલિયમ્સ સહિત બે અવકાશયાત્રીઓને બોઇંગના નવા કેપ્સ્યુલ સાથે સુરક્ષિત રીતે પૃથ્વી પર લાવવા અત્યંત જોખમી : NASA
Next article૭મા ‘રાષ્ટ્રીય પોષણ માહ-૨૦૨૪’નો ગાંધીનગરથી રાષ્ટ્રવ્યાપી પ્રારંભ કરાવતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ