Home દુનિયા - WORLD જર્મની દેશ બન્યો આર્થિક મંદીનો શિકાર

જર્મની દેશ બન્યો આર્થિક મંદીનો શિકાર

29
0

(GNS),26

છેલ્લા એક વર્ષથી સમગ્ર દુનિયામાં મંદીની ચર્ચા થઈ રહી છે અને એક પછી એક કેટલીય આંતરરાષ્ટ્રીય એજન્સીઓ તથા વિશ્લેષકો મંદી પ્રત્યે સચેત કરતા આવ્યા છે. હવે આ ડર સાચો સાબિત થવા જઈ રહ્યો છે અને મોટી વૈશ્વિક અર્થવ્યવસ્થાને પોતાની ચપેટમાં લઈ લીધી છે.

મતલબ હવે આર્થિક મંદી ફક્ત આશંકા નહીં પણ સત્ય બની ચુકી છે.

આ વખતે વૈશ્વિક આર્થિક મંદીનો સૌથી પહેલો શિકાર બનાવ્યો છે યૂરોપની સૌથી મોટી અર્થવ્યવસ્થાવાળા જર્મનીને. જર્મીનના સાંખ્યિકી કાર્યાલયે ગુરુવારે અર્થવ્યવસ્થા અને આર્થિક વૃદ્ધિના આંકડા જાહેર કર્યા છે.

આંકડા અનુસાર, માર્ચ 2023 ત્રિમાસિક ગાળા દરમ્યાન સકલ ઘરેલૂ ઉત્પાદ એટલે કે જીડીપીમાં 0.3 ટકાનો ઘટાડો આવ્યો છે.

આ અગાઉ ગત વર્ષની અંતિમ ક્વાર્ટરમાં એટલે કે, ઓક્ટોબરથી ડિસેમ્બરમાં 2022 દરમ્યાન જર્મીનીનો જીડીપી 0.5 ટકાનો ઘટાડો નોંધાયો હતો.

ગત વર્ષના અંતિમ ક્વાર્ટરની તુલનામાં ભલે જાન્યુઆરીથી માર્ચ 2023 દરમ્યાન અર્થવ્યવસ્થા સંકળાવાની સ્પિડ ઓછી રહી હોય, પણ તે ખતરનાક છે કેમ કે આવી રીતે જર્મીનની અર્થવ્યવસ્થા હવે સત્તાવાર રીતે મંદીની ચપેટમાં આવી ગઈ છે.

અર્થવ્યવસ્થાની પ્રચલિત વ્યાખ્યા અનુસાર, જો કોઈ અર્થવ્યવસ્થા સતત બે ક્વાર્ટર સુધી સંકળાયેલી રહે છે, ત્યારે કહેવાય છે કે, સંબંધિત અર્થવ્યવસ્થા આર્થિક મંદીનો શિકાર બની ચુકી છે.

સમગ્ર દુનિયા છેલ્લા કેટલાક વર્ષોથી એક પછી એક કેટલાય ઝટકા વેઠી રહી છે. પહેલા કોરોના મહામારીથી આર્થિક પ્રગતિ ચોપટ થઈ ગઈ, ત્યાર બાદ અમેરિકી-ચીનનું વેપાર યુદ્ધ, સપ્લાઈ ચેઈનમાં અડચણ અને ચિપ શોર્ટેઝે દુનિયાને હેરાન કરી નાખી.

આ સમસ્યાઓની અસર ઘટી નથી, ત્યાં પૂર્વી યુરોપમાં યુક્રોન અને રશિયા વચ્ચે યુદ્ધની શરુઆત થઈ હતી. યુક્રેન અને રશિયાના યુદ્ધથી સમગ્ર યૂરોપિય અર્થવ્યવસ્થા ખાસ કરીને જર્મનીને બહું નુકસાન થયું છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleકૂનો નેશનલ પાર્કમાં વધુ 3 બચ્ચાના મોત, ચોથાની હાલત ગંભીર
Next articleઓનલાઇન રૂપિયા કમાવાની લાલચમાં ગુરુગ્રામના યુવકે 70 લાખ ગુમાવ્યા