નિમરત કૌર સાથે ફિલ્મ કરશે
(GNS),31
ગુજરાતી સિનેમાના ઉત્તમ અભિનેતાઓની હરોળમાં સ્થાન પામતા દેવર્ષિ શાહે બોલિવૂડમાં પદાર્પણ કરવા કમર કસી છે. ગુજરાતી ફિલ્મોમાં અલગ-અલગ પ્રકારના રોલ કરનારા દેવર્ષિની ફિલ્મ ‘જય શ્રી ક્રિષ્ણા’ હાલ થીયેટર્સમાં સફળતાપૂર્વક ચાલી રહી છે. રીસેન્ટ રિલીઝમાં દેવર્ષિની એક્ટિંગના વખાણ થઈ રહ્યા છે ત્યારે તેમના માટે વધુ એક સારા સમાચાર છે. નિમરત કૌર સાથેની ફિલ્મથી દેવર્ષિ બોલિવૂડમાં ડેબ્યુ કરવાના છે.
નેટફ્લિક્સ મૂવી ‘હેપ્પી ટીચર્સ ડે’ સાથે ગુજરાતના આ માનીતા સ્ટાર બોલિવૂડમાં પ્રવેશ કરશે. દેવર્ષિ શાહે અગાઉ હાર્દિક અભિનંદન, બહુ ના વિચારો, રાડો જેવી ગુજરાતી ફિલ્મોમાં વૈવિધ્યસભર અને અસરકારક રોલ કરેલા છે. ઓહો ગુજરાતી એપ પર વેબ સિરીઝ ‘ઓકે બોસ’માં પણ તેમણે કામ કરેલું છે. રોહિત શર્મા, જોલીર રેન્ચર અને તમન્ના ભાટિયા સાથે વોકારુની કમર્શિયલમાં પણ દેવર્ષિ દેખાય છે. પરિક્ષિત સહાની સાથેની બીબાની કમર્શિયલમાં પણ તેમનો નોંધપાત્ર રોલ છે. તેમણે બનાવેલી શોર્ટ ફિલ્મને શાહરૂખ ખાન, કરણ જોહર, શેખર કપૂર, સોની રાજદાન સહિત અનેક સેલિબ્રિટીઝે બિરદાવી હતી.
તાજેતરમાં રિલીઝ થયેલી શોર્ટ ફિલ્મ ‘પરી એન્ડ પિન્નોચિયો’માં તેમણે પિન્નોચિયોનો રોલ કર્યો હતો. દેવર્ષિની આ ફિલ્મનો જ્યુરી દ્વરા સ્પેશિયલ ઉલ્લેખ થયો હતો અને દાદા સાહેબ ફાળકે એવોર્ડ એનાયત થયો હતો. સ્ટાર પ્લસના શો ‘રિશ્તોં કા ચક્રવ્યૂહ’માં દેવર્ષિએ વાત્સલ્યનો રોલ કર્યો હતો. એક્ટિંગ ઉપરાંત પ્રોડ્યુસર, ડાયરેક્ટર, કવિ અને ડાન્સર જેવી બહુમુખી પ્રતિભા ધરાવતા દેવર્ષિની કરિયરમાં સતત નવા સોપાન ઉમેરાઈ રહ્યાં છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.