વિદેશમંત્રી એસ જયશંકરે ઓસ્ટ્રેલિયાના ડેપ્યુટી પીએમ રિચર્ડ માર્લેસ સાથે સોમવારે મુલાકાત કરી. જયશંકરે માર્લેસને સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલીના હસ્તાક્ષરવાળું બેટ ગિફ્ટ કર્યું. આ દર્શાવે છે કે ક્રિકેટનો મજબૂત તાર બંને દેશોને જોડે છે. માર્લેસે ટ્વીટ કરીને કહ્યું કે, ‘એસ જયશંકર સાથે કેનબરામાં મુલાકાત સુખદ રહી. એવી અનેક ચીજો છે જે આપણને જોડી રાખે છે. જેમાં ક્રિકેટ માટે પ્રેમ પણ સામેલ છે.
તેમણે મને ક્રિકેટના દિગ્ગજ વિરાટ કોહલીના હસ્તાક્ષરવાળું બેટ આપીને ચોંકાવી દીધો.’ અત્રે જણાવવાનું કે ન્યૂઝીલેન્ડનો પોતાનો પ્રથમ પ્રવાસ પૂરો કરીને કેનબરા પહોંચેલા જયશંકરે આ અગાઉ એક તસવીર ટ્વીટ કરતા લખ્યું હતું કે ‘કેનબરામાં તિરંગા સાથે સ્વાગત. ઓસ્ટ્રેલિયાના જૂના સંસદ ભવનને દેશના રંગમાં રંગાયેલું જોઈને ખુબ ખુશ છું.’ જયશંકરનો આ બીજો ઓસ્ટ્રેલિયા પ્રવાસ છે. આ અગાઉ ફેબ્રુઆરી 2022માં ઓસ્ટ્રેલિયા આવ્યા હતા. જયશંકરે ઓસ્ટ્રેલિયન સમકક્ષ પેની વોંગ સાથે પણ મુલાકાત કરી.
તેમણે કહ્યું કે, ઉદાર લોકતંત્ર તરીકે ભારત અને ઓસ્ટ્રેલિયા કાયદાથી ચાલનારી આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા, આંતરરાષ્ટ્રીય સમુદ્ર ક્ષેત્રમાં navigation ની સ્વતંત્રતા, તમામ માટે વિકાસ તથા સુરક્ષાને પ્રોત્સાહન આપવામાં વિશ્વાસ ધરાવે છે. જયશંકરે હિન્દ-પ્રશાંત વિસ્તારમાં ચીનની વધતી આક્રમકતા વચ્ચે આ નિવેદન આપ્યું. ઓસ્ટ્રેલિયન વિદેશમંત્રી પેની વોંગ સાથે પ્રેસ કોન્ફરન્સમાં જયશંકરે કહ્યું કે બંને નેતાઓ વચ્ચે વાતચીત એકદમ સારી રહી.
વોંગે કહ્યું કે ભારત અને ઓસ્ટ્રેલિયા બંનેનું માનવું છે કે હિન્દ-પ્રશાંત વિસ્તારને આર્થિક તથા રણનીતિક બંને રીતે એક નવો આકાર આપવામાં આવી રહ્યો છે. વોંગે કહ્યું કે, ‘ઓસ્ટ્રેલિયા અને ભારત મોટા રણનીતિક ભાગીદાર છે. અમે ક્વોડના સભ્ય છીએ, બીજી પણ અનેક રીતે અમે ભાગીદાર છીએ અને સૌથી મહત્વની વાત એ છે કે અમે હિન્દ-પ્રશાંત ક્ષેત્રને શેર કરીએ છીએ.’ ક્વોડના ચાર સભ્યો છે જેમાં ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયા સામેલ છે.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.